Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જેતલસર : ગોંડલ પોસ્‍ટલ ડીવીઝનમાં ‘મારી દીકરી, સમૃદ્ધ દીકરી' યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

(કુલદિપ જોશી દ્વારા) જેતલસર,તા. ૨૪: ૧૬મી જૂને ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી' અભિયાનનું લોન્‍ચિંગ સિલવાસ દાદરા અને નગર હવેલી ખાતેથી વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્‍તે થયું હતું. આ અભિયાન અંતર્ગત ગોંડલ પોસ્‍ટલ ડીવીઝન દ્વારા પણ આ યોજના અંતર્ગત એક કાર્યક્રમ રખાયો હતો. જેમાં ગોંડલ શહેરના ડેપ્‍યુટી કલેકટર એ.ડી.જોશી હાજર રહ્યા હતા. આ તકે રાજકોટ રીજીયનના આસી. ડાયરેક્‍ટર ઓફ પોસ્‍ટલ સર્વિસીઝ આર.આર.વીરડા, ગોંડલ ડીવીઝનના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ બી.વાય. તાશીલદાર, એ.એસ.પી.(હેડક્‍વાર્ટર) એચ.બી.ડાભી, એસ.ડી.આઈ.પી.ધોરાજી કે.એ.થારીયાણી પણ હાજર રહીને તમામને મારી દીકરી સમૃદ્ધ દીકરી યોજના વિષે પુરતી માહિતી આપી હતી. કાર્યક્રમ ઉપસ્‍થિત ખાતેદારો અને સંબંધિતોને એસ.એસ.એ. યોજનાની પાસબુકો વિતરણ કરીને આગામી દિવસોમાં વધુ ખાતાઓ ખોલવા અધિકારી ગણે તાકીદ કરી હતી.

(12:42 pm IST)