Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

માળીયામિંયાણા : પીજીવીસીએલનાં લાઇનમેનને ૨ શખ્‍સોએ મારમાર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૨૫:માળીયામિંયાણામાં લુખ્‍ખા તત્‍વો બેફામ થયા હોય તેમ PGVCLના લાઈનમેનને ૨ ઈસમોએ ગાળો ભાંડી મુઢમાર માર્યાની વિગતો સામે આવી છે.

ફરિયાદી કલ્‍પેશભાઇ મનજીભાઇ પાંડવે જણાવ્‍યું હતું કે, તેઓ PGVCLના લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. બગસરા ગામે વવાણીયા પાસે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ત્‍યારે બગસરા ગામના જ સુધીર વલ્લભભાઇ કોળી તથા પપ્‍પુ જેરામભાઇ કોળી ત્‍યાં આવ્‍યા હતા. ને તેમની ફરજમાં રુકાવટ કરી જાહેરમા બીભત્‍સ ગાળો ભાંડી ઢીંકા તથા ઝાપટનો મુઢમાર માર્યો હતો.

આ અંગે માળીયા પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩,૧૮૬,૨૯૪(ખ),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:43 pm IST)