Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાયલાના કેશરપર ગામે કન્‍ટેનરમાંથી ઉતરી રહેલ ૨૧ લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ તા. ૨૫ : કેશરપર ગામે રમેશભાઇ ઉફ ટીડાના મકાનમાં રેઈડ કરતા સ્‍થળ ઉપરથી સંદરી ઇસમે હાજર મળી આવેલ તેમજ ઘર આગળ થી એક આઇશર કન્‍ટેનર રજી. નં- HR-38-Y-0217 વાળુ મળી આવેલ જેમાંથી  દારૂની પેટીઓમાં કુલ ૬,૫૭૮ નાની ૧૮૦ એમ.એલ.ની બોટલો મળી આવેલ તેમજ સદી ઈસમના ઘર માંથી અલગ-અલગ બ્રાન્‍ડ ની પેટીઓ માં નાની-મોટી કુલ ૫,૭૩૩ બોટલો મળી આવેલ એમ બન્ને મળી કુલ ૧૨,૨૪૧નંગ નાની-મોટી  બોટલો કુલ રૂ. ૨૧,૩૭,૦૭૫નો  વિદેશી દારૂનો મુદામાલ કબજે કરવામાં આવેલ તેમજ કન્‍ટેનર તથા દારૂ મળી કુલ રૂ ૩૧,૪૨,૦૩૫નો મુદામાલ હસ્‍તગત કરી તેમજ હાજર નહીં મળી આવેલ અન્‍ય ત્રણ આરોપીઓ વિરૂદ્ધ સાયલા પો.સ્‍ટે ખાતે ગુનો રજીસ્‍ટર કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

રમેશભાઇ ઉર્ફે ટીડો ખીમાભાઇ ફીસડીયા રહે- કેશરપુર, તા- સાયલા, જી- સુરેન્‍દ્રનગર -સદરી આરોપી વાપી ટાઉન પો.સ્‍ટે માં સને ૨૦૧૯ની સાલમાં પ્રોહીના ગુનામાં પકડાયેલ છે. વોન્‍ટેડ આરોપી માનસીંગભાઇ મનજીભાઇ રહે- સુરાઇ, તા. ચોટીલા તથા તેની સાથે રહેલ તેનો મિત્ર તેમજ કન્‍ટેનર નો ડ્રાયવર તેમજ તપાસમાં ખુલે તે તમામ જેમાં માનસીંગભાઇ મનજીભાઇ અગાઉ ચોટીલા પો.સ્‍ટે ખાતે પ્રોહીના ગુનામાં પકડાયેલ છે.

આ કામગીરી કરનાર એમ.એચ.સોલંકી, પો.સબ.ઈન્‍સ, એ.એસ.આઇ બી.સી.ગામેતી, ઈન્‍દ્રસિંહ જોરૂભા, હે.કો જલાભાઇ લખમણભાઇ, કુલદીપસિંહ દીલીપસિંહ, પો.કો યોગેશભાઇ કનૈયાલાલ, હરદેવસિંહ બળવંતસિંહ, ખોડાભાઇ નાથાભાઇ, ભરતકુમાર જગદીશભાઇ, હરપાલસિંહ ઈન્‍દ્રસિંહએ કરી હતી.

(12:52 pm IST)