Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા બાળકોને સ્‍કૂલ બેગ સાથે શૈક્ષણિક કીટ અર્પણ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૫: વિસાવદર તાલુકામાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત શાળા પ્રવેશોત્‍સવ જુન ૨૦૨૨નું પ્રથમ દિવસે આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા  લાયન્‍સ કલબ વિસાવદરના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન લાયન ભાસ્‍કરભાઈ જોશી(એડવોકેટ)ની પ્રેરણા તેમજ લાયન્‍સ કલબ વિસાવદરના નવનિયુક્‍ત પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍તભાઈ ખુહાનાં માર્ગદર્શન હેઠળ લાયન્‍સ કલબ વિસાવદરના નવ નિયુક્‍ત ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણી તરફથી કાલાવડ સરકારી પ્રાથમિક શાળામાં  ધોરણ પહેલામાં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને સ્‍કૂલ બેગ સાથેની શૈક્ષણિક કિટ તેમજ લાયન્‍સ કલબ વિસાવદરના નવ નિયુક્‍ત સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ તરફથી હનુમાનપરા પ્રાથમિક શાળા વિસાવદર, રામપરા (ગીર) પ્રાથમિક શાળા,સરસઈ પે સેન્‍ટર શાળા, સરસઈ પ્‍લોટ શાળા તેમજ કાલાવડ સરકારી પ્રાથમિક શાળામાં પારલે બિસ્‍કીટ પેકેટ ૯૦૦ નવસોનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ.

(1:24 pm IST)