Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વિરપુર પોલીસે જુગારના બે દરોડોમાં દંપતિ અને ૩ મહિલા સહિત ૭ ને ઝડપી લીધા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રપઃ વિરપુર પોલીસે જુગારના બે દરોડોમાં દંપતિઓ ત્રણ મહિલા સહિત સાતને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં વિરપુર પોલીસે દેસાઇ વાડી વિસ્‍તારમાં જાડેજાએ જાહેરમાં પતિ-પત્‍ની તીનપતીનો જુગાર રમતા હોય દિપક ઉર્ફે દીપ રામસીંગ ખાવડીયા, ચંદ્રિકાબેન દિપકભાઇ ખાવડીયાને રોકડા રૂા. ર૦૭૦/- સાથે પકડી પાડેલ હતા.

બીજી રેડમાં જલારામનગરમાં જુગાર રમતા નંદાબેન મેપાજીભાઇ મકવાણા, શિલ્‍પાબેન પ્રકાશભાઇ વોરા, શીતલબેન ઉર્ફે ચીતલ, દિનેશ મોરબીયા તથા માધવજી ધાડવી તમામ જલારામનગરીને રોકડા રૂા. ૯ર૦/- સાથે પકડી પાડેલ.

વર્લી ફીચરના આંકડા લેતા ઝડપાયા

શહેરના જીગબાલા ચોરા રોડ વિસ્‍તારમાં વર્લીફીચરના આંકડા લેતા સાજીદ બાદલભાઇ પઠાણને રોકડ રૂા. ૧૬૩૦ મોબાઇલ રૂા. ૩૦૦૦ મળી કુલ રૂા. ૪,૬૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતો. બાઇકની ઉઠાંતરી દેસાઇવાડી વિસ્‍તારમાં રહેતા માનસીંગ વજુભાઇ સોલંકી એ પોતાનું બાઇક હોન્‍ડા નં. જી.જે. ૦૩-સીબી-૪૩૪૭ વાળુ ઘર પાસે પાર્ક કરેલ હોય તે કોઇ ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ કરેલ છે.

(3:10 pm IST)