Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વેરાવળના કદવારમા જુગાર રમતા પાંચ ઝડપાયા એક ફરાર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: કદવાર ગામે જુગાર રમતા પાંચ શખ્‍સોને રૂા.૧૦ર૮૦ના મુદામાલ સાથે ઝડપી પાડેલ હતા જયારે એક નાશી છુટેલ હતો.

સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે જાહેર જુગાર રમતા હોય તેવી બાતમી સોમનાથ મરીન પોલીસ ને મળતા દરોડો પાડતા હરેશ કાનાભાઈ મેવાડા,ભરત ભીખાભાઈ ચુડાસમા, કાજલબેન હરેશભાઈ વાઢેર, લાખીબેન માલદેભાઈ વાજા, મંજુબેન વિજયભાઈ જેઠવાને રોકડા રૂા.૧૦ર૮૦ સાથે ઝડપી પાડેલ હતા આ દરોડા દરમ્‍યાન ભાવેશ પુનાભાઈ ખુંટડ નાશી છુટતા તેની સામે ફરીયાદ નોધી કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:27 pm IST)