Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જુનાગઢ સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા દેવીપૂજક સમાજ ની દિકરી ના A.T.M.આર્દશ લગ્ન

જુનાગઢ   સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા ૨૪-૬-૨૦૨૨- ના રોજ દેવીપૂજક જ્ઞાતિ દિકરી પાયલબેન પ્રવિણભાઇ સોલંકી કે જેની પરિવાર ની આથીર્ક પરીસ્‍થીતી ખુબજ નબળી હોય અને શાકભાજી વહેંચી પોતાનું ગુજરાન ચલાવતા હોય અને હરેશભાઈ ડાભીના પિતાનું અવસાન થયેલ હોય અને સંસ્‍થાને જાણ કરતા A.T.M.એનીટાઈમ લગ્ન સુશીલાબેન શાહ હોલ ખાતે આદશૅ લગ્ન કરી આપવામાં આવેલ હતા અને કરીયાવર માં ૫૧ જેટલી ચીજવસ્‍તુ આપવામાં આવેલ હતી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિ ની દિકરી રીટાબેન વિપુલભાઈ પાનેરી ને કરીયાવર આપી સાસરે વળાવેલ હતી જેમાં ઉપસ્‍થિત રહેલા દામજીભાઈ પરમાર મનસુખભાઈ વાજા બટુક બાપુ શાંતાબેન બેસ અરવિંદભાઈ મારડીયા પુષ્‍પાબેન પરમાર સરોજબેન જોષી -પ્રવિણભાઇ જોશી નાથાભાઈ કંડોરીયા વલ્લભભાઈ પટેલ વિગેરેએ આશીર્વાદ આપેલ હતા આતકે ગોર મહારાજ દિવ્‍યેશભાઈ જોશી દ્વારા નિઃશુલ્‍ક સેવા આપવામાં આવી હતી.

(1:31 pm IST)