Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જામનગરમાં રસીકરણ

જામનગર : શહેરમાં ખાનગી ક્ષેત્રે કોવિડ રસીકરણની શરૂઆત સ્‍પંદન હોસ્‍પિટલ, શ્રીનિવાસ કોલોની ખાતે તેમજ હ્રીં હોસ્‍પિટલ, વાલ્‍કેશ્વરીનગરી ખાતે કરવામાં આવેલ. જેમાં લાભાર્થીઓ સરકારશ્રીના નિયમોનુસાર શુલ્‍ક રૂા. ૩૮૫ પ્રતિ ડોઝ ચુકવી વેકસની મેળવી શકે છે. સ્‍પંદન હોસ્‍પિટલ ખાતે કુલ ૩૨ લાભાર્થીઓ તથા હ્રીં હોસ્‍પિટલ ખાતે ૪૧ લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવેલ છે. વેકસીન લેવા ઇચ્‍છતા લાભાર્થીઓ સ્‍પંદન હોસ્‍પિટલનો સંપર્ક ૮૯૮૦૦ ૦૫૫૨૬ પર તથા હ્રીં હોસ્‍પિટલનો સંપર્ક ૭૭૭૮૯ ૨૩૧૦૮ પર કરી શકે છે. ૧૮ થી ૫૯ વર્ષની વય જુથ ધરાવતા તથા બીજા ડોઝ બાદ ૯ માસ પૂર્ણ થયેલ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ થયેલ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ મેળવી રસીકૃત થવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ છે.

(1:38 pm IST)