Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદર જિલ્લામાં અર્ધાથી એક ઇંચ

ગઇકાલે બપોરે મેઘ ગર્જના સાથે વરસાદ વરસી ગયેલઃ આજે સવારે ધૂપછાંવ : દરિયામાં કરન્‍ટ

પોરબંદર તા. રપ : જિલ્લામાં ગઇકાલે બપોરે ર વાગ્‍યાથી મેઘ ગર્જના સાથે શરૂ થયેલ વરસાદ સાંજે ૬ સુધીમાં સરેરાશ અર્ધાથી એક ઇંચ વરસી ગયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ર૮ મીમી (૬૧ મીમી) રાણાવાવ ર૩ મીમી (૮૩ મીમી) કુતિયાણા ૧પમીમી (૬૦ મીમી) એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ રપ.૮ મીમી(૬૦.૮ મીમી) નોંધાયો છ.ે

પોરબંદર શહેરમાં ગઇકાલે ૧ ઇંચ વરસાદ વરસી જતા ખાદી ભંડારથી માણેક ચોક સુધી એમ.જી.રોડ ઉપર ગોઠણબુડ પાણી ભરાય ગયા હતા.  ખીજડી પ્‍લોટ વિસ્‍તારમાં પાણી નિકાલની વ્‍યવસ્‍થા ન હોય  ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન રહે છ.ે દરિયાના પાણીમાં ચોમાસાનો કરન્‍ટ વધ્‍યો છ.ે ગુરૂત્તમ ઉષ્‍ણતામાન ૩૬.૩ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણતામાન રપ.૮ સે.ગ્રે. ભેજ ૮૩ ટકા હવાનુ દબાણ ૧૦૦૧.૯ એચ.પી.એ સુર્યોદય ૬.૧૦ તથા ૭.૩૦ મીનીટે

(1:39 pm IST)