Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાવરકુંડલાનો ખંડણીનો આરોપી ૪ વર્ષ ઝબ્બે

 

અમરેલી : સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નંફ ૧૦૨/૨૦૪૧૮ આઇપીસી કલમ ૩૬૫, ૩૬૪ (એ), ૧૨૦(બી), ૩૨૩,૩૮૪,૫૦૬ (૨) તથા આર્મ્સ એકટની કલમ -૨૫ (૧) (બી) (એ) તથા જી.પી. એકટ કલમ ૧૩૫, મુજબના કામે છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ, સોલા ગામ પાસેથી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી વીપુલભાઇ ઉર્ફે ભુવાજી બલદેવભાઇ રબારી (ઉવ. ૩૩) ધંધો-વેપાર રહે ચાંદખેડા તા.જી.અમદાવાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં સામેલ હતો. અને આ બનાવમાં ભોગ બનનારને જે તે સમયે અગ્નિશસ્ત્ર હથિયાર તથા છરી જેવા હથિયારો બતાવી રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગેલ હતી. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના પી.બી. લક્કડ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી તથા એ.એસ.આઇ શ્યામકુમાર બગડા તથા પો.હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટણી, પો.કોન્સ. દેવાયતભાઇભેડા, પો.કોન્સ. નરેશભાઇ લીંબડીયા, પો.કોન્સ. ફારૂકભાઇ પઠાણનાઓ જોડાયેલ હતા.

(1:45 pm IST)