Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબી પાસે ફૂડ પ્રોડકટ કારખાનામાંથી ૧.૧૮ લાખના મેંદાના લોટની ચોરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબીમાં રાત્રીના સમયે તસ્‍કરોને મોકળું મેદાન મળી ગયું છે અને દિન-પ્રતિદિન તસ્‍કરો ચોરીને અંજામ આપતા રહે છે. ફુડ પ્રોડકટના કારખાનામાં રૂ.૧.૧૮ᅠલાખના મેંદાના જથ્‍થાની ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં થઇ છે.

ફરિયાદી રૂત્‍વીકભાઈ દિનેશભાઈ બોડાએ જણાવ્‍યું હતું કે,ᅠમોરબી તાલુકા નાની વાવડી ગામ માધવ ગૌશાળાની પાછળ સંકેત ફુડ પ્રોડકટના કારખાનામા તા.૨૨ જૂનના રોજ રાત્રી દરમ્‍યાન અજાણ્‍યા ઇસમેં કારખાનાનો દરવાજાનો નકુચો તોડીને ᅠકારખાનામાં પ્રવેશ કરીને કારખાનાની અંદર પડેલ નોબલ કંપનીનો મેંદાના લોટના આશરે ᅠ૫૦ કિગ્રાના આશરે-૮૫ ગુણી (કટટા) કિં રૂ- ૧,૧૮,૧૫૦ની ચોરી કરી ગયા છે.

(1:46 pm IST)