Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજુલાના રામપરા-૨ ગામના લોકોએ કંપની દ્વારા કરાતા દરિયાઇ પાણીના પાળાનું કામ અટકાવ્યુ

રાજુલા,તા.૨૫ : ં પીપાવાવ પોર્ટ દ્વારા ભારત ગેસ કંપનીને ભાડાપટ્ટે આપેલી જમીન ભારત ગેસ દ્વારા એજિસ ગેસ કંપનીને ભાડાપટ્ટે આપેલી છે જેમાં પણ શરત ભંગ થયેલ છે જે એક અલગ જ મુદ્દો છે આ એજિસ ગેસ કંપની ની પાઇપલાઇન કાઢવા માટે સમુદ્ર કિનારે દરિયાઈ મા પુરાણ ભર્તી કરવા માટે પ્રોટેકશન પાળો મોટા મોટા પથ્થરો નાખી વધારી રહેલ છે આ અંગેની જાણ દિવલો વિસ્તારમાં જે રામપરા૨ ગામનો એક વિસ્તાર છે જે  ત્યાંના લોકો ને જાણ થઈ જેથી વિસ્તારના લોકો દ્વારા  દિવલો વિસ્તારના લોકો દ્વારા દિવલો વિસ્તારમાં પણ  પ્રોટેકશન પાળો બનાવવા જણાવ્યું જે પ્રોટેકશન પાળા ની માટે અગાઉ પીપાવાવ પોર્ટ દ્વારા કાઢી નાખેલા અને ત્યાર બાદ વાવાઝોડામાં  દિવલો વિસ્તારની  પ્રોટેકશન પાળો ખૂબ જ નુકસાન થયેલા માટી કાઢવાની ફરિયાદ પણ અગાઉ થયેલી પરંતુ પીપાવાવ પોર્ટ દ્વારા આ વિસ્તારની ઓપોઝિટ સાઈડ પર મોટા મોટા પથ્થરો રાખીને વાવાઝોડાની આડમાં દરિયામાં પુરાણ કરીને તેમજ સીઆરઝેડ કાયદાઓને ઉલ્લંઘન કરીને દરિયાઇ પાળો મોટા -માણમાં વધારી રહેલ છે અને આ દરિયાઈ  પાળો પીપાવાવપોટ ની હદ પૂરી થઇ ગયા બાદ પણ વધારાની જમીન મા મોટા  પ્રમાણમાં દબાણ કરી રહેલ છે જેના કારણે દિવલો વિસ્તાર  તરફ દરીયાઇ પાણીનું  પ્રેશર વધે છે અને દીવાલો વિસ્તારમાં દરિયાઇ હાઈટ ભરતી સમયે દરિયા બેટ માં ફેરવાઈ જાય છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે આ દિવલો વિસ્તાર જે રામપરા ૨ ગામનો પરા વિસ્તાર છે  ત્યાં ૮૦ જેટલા મકાનો આવેલા છે અને ૫૦૦ જેટલા લોકો ત્યાં રહે છે આ દીવાલો વિસ્તારમાં રહેતા મોટાભાગના માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેથી તેઓ જણાવે છે કે હાઈટ સમયે પીપાવાવ પોર્ટ બનાવેલી દીવાલને કારણે પાણી ઘરોમાં ઘૂસી જાય છે અને હજુ તેઓ આ દીવાલને મોટા  પ્રમાણમાં વધારે રહ્યા છે જેથી આ વિસ્તારના મકાનોમાં પાણી ઘુસી જતા હોય આ વિસ્તારમાં અત્યારે પણ રહેવું ખૂબ જ અઘરું છે તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી હિજરત કરવી પડે તેવી નોબત આવે તેમ છે આ વિસ્તારના લોકોએ એવું જણાવ્યું છે કે અહીં ૭૦ વર્ષથી રહીએ છીએ પરંતુ પીપાવાવ પોર્ટ દ્વારા તેની હદ નિશાનની બહાર સુધી પૂર્ણ કરવાને કારણે પરંતુ તેની નિશાની બહાર સુધી પૂર્ણ કરવાને કારણે ચેર ના વૃક્ષો નો પણ નાશ પામે છે અને અમારે અમારી માછીમારીનો વ્યવસાય પણ બંધ કરવો પડશે જેથી અમોએ આ સઘળી હકીકત સરપંચ સનાભાઈ વાઘ ઉપસરપંચ ભગવાનભાઈ વાઘ તેમજ અરજણભાઈ વાઘને કરેલ અને આ સમગ્ર મામલો સૌ ભેગા મળીને ગઈ કાલે આ દરિયાઈ પાળો વધારવાની કામગીરી બંધ કરાવેલ છે.

     આ અંગે સરપંચ સનાભાઈ વાઘ અને ઉપસરપંચ ભગવાનભાઈ વાઘે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે કંપની દ્વારા રામપરા ૨ ગામની ગૌચર જમીનમાં ૬૭ હેકટર જેટલું દબાણ કરેલ છે.  જે અંગે કેસ હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તેમ જ પીપાવાવ પોર્ટ કંપની હાલમાં કોરોનાના બહાને તેમજ ટોકતે વાવાઝોડા ના બહાને ઇન્સ્યોરન્સ કંપની  ને ઉલ્લુ બનાવીને તેમ જ ( સીઆરઝેડ )કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન કૉસ્ટલ રેગ્યુલેટરી ઝોનના કાયદાનો ભંગ કરીને દરિયાઇ પાળો માં મોટામાં મોટા પથ્થરો નાખીને મોટા -માણમાં વધારે રહેલ છે જેના કારણે અમારા દીવલો વિસ્તારમાં દરિયાઇ પાણી ફરી વળે છે જથી નિયમ મુજબની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે  અમોએ આ દિવલો વિસ્તાર ના લોકોની માંગ થી બંધ કરાવેલ છે સરપંચ સનાભાઈ વાઘે વધુમાં જણાવે છે કે રામપરા ૨ નો દીવાલો વિસ્તારના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને માછીમારી  કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેથી આ પાળો વધારી દેવામાં આવે તો તમામ ની રોજગારી ઉપર પણ મોટું સંકટ મંડરાય છે તથા આ  પ્રોટેકશન પાળા ના નામે એજિસ ગેસ કંપની પાઈપ લાઈન નાખવા માટે આ દરિયામાં પુરાણ કરવામાં આવી રહેલું છે.

(1:49 pm IST)