Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જુનાગઢના કણજા અને કણજડી પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાની ઉપસ્થિતિમાં શાળામાં ૮૫ ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ : પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાઍ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો

જૂનાગઢ : વંથલી તાલુકાના કણજા અને કણજડી ગામમાં જિલ્લા પંચાયતના ­મુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા અને પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાની ­ેરક ઉપસ્થિતમાં નાના ભૂલકાઓને આંગણવાડીમાં અને ધોરણ-૧માં આનંદ-ઉલ્લાસ સાથે ­ેવશ કરાવાયો હતો. આ કન્યા કેળવણી રથયાત્રા અને શાળા ­વેશોત્સવમાં કણજા ­ાથિમક શાળામાં ૫૯ બાળકોને અને કણજડી ­ાથમિક શાળામાં ૨૬ ભૂલકાઓને સ્કૂલ બેગની સાથે શૈક્ષણિક કાર્ય માટેના પુસ્તકો-સાધોનો આપી આવકારાયા હતા. આ શાળા ­વેશોત્સવોમાં સંબોધિત કરતા જિલ્લા પંચાયતના ­મુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયાઍ જણાવ્યું કે, રાજયનો ઍક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન તે માટે રાજય સરકારે ઍક અભિગમ સાથે શાળા ­વેશોત્સવ શરૂ કર્યો છે. આ કાર્યક્રમથી રાજયમાં બાળકોનો ­ાથમિક  શાળામાં નામાંકનમાં બહુ મોટો વેગ મળ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ ૧૦ હજારથી વધુ બાળકોને શાળા ­વેશોત્સવના માધ્યમથી શિક્ષણ સાથે જાડવામાં આવ્યા છે. આ શાળા ­વેશોત્સવમાં જિલ્લાના ૧૭૦૦થી વધુ દિવ્યાંગ બાળકોને પણ આવરી લેવામાં આવ્યો છે. તેમ અંતમાં શ્રીમતિ ખટારિયાઍ જણાવ્યું હતું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાઍ પોતાના શાળા ­વેશના અનુભવ વાગોળતા જણાવ્યું કે, બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર પણ ઍટલા જ આવશ્યક છે. આ ભૂલકાઓને શિક્ષકો શિક્ષણ તો આપશે. બાળકોમાં સંસ્કારનું સિચંન ઍક માતા કરે છે. આમ, સંસ્કૃતિના સાચવવા માટે શિક્ષણની સાથે સંસ્કાર આપવા શ્રી ચાવડાઍ ભારપૂર્વક જણાવ્યું હતું. આ ­સંગે જિલ્લા પંચાયતના ­મુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયા સહિતના મહાનુભાવોના હસ્તે ­ાથમિક શાળાના તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ­ાથમિક શાળાઓના બાળકો માટે પરિવહન સેવાઓનું પણ ­ારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અશોક ઉપાધ્યાયે ­ાસંગિક સંબોધન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ શાળા ­વેશોત્સવમાં સરપંચ, શિક્ષકગણ, આગેવાનો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. (અહેવાલ : વિનુ જાશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:52 pm IST)