Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદરમાં કોરોનાના ૩ કેસોઃ લોકોને માસ્‍ક પહેરવા સહિત સાવચેતી રાખવા સુચના

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., રપઃ કોરોના  ૩ પોઝીટીવ કેસો આવતા એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. ડી.બી.કરમટાએ લોકોને માસ્‍ક પહેરવા સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ રાખવા સહિત સાવચેતી રાખવા સુચના આપી છે.

સરકારી હોસ્‍પીટલમાં ૬૦૮ લોકોના કોરોના ટેસ્‍ટ કરાતા ૩ લોકોના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્‍યા હતા. જેમાં કુતિયાણાના ૪૬ વર્ષીય યુવાનને આફ્રિકા જવુ હોવાથી કોરોના ટેસ્‍ટ કરાતા પોઝીટીવ આવ્‍યો છે. ધરમપુરના ૧પ વર્ષીય કિશોરને તાવ આવ્‍યો હોવાથી તેનો ટેસ્‍ટ કરાયો હતો. જે પોઝીટીવ આવ્‍યો હતો. જે બન્નેને સારવાર માટે સરકારી હોસ્‍પીટલે ખસેડવામાં આવ્‍યા છે. તેમજ મુળ જાપાનના અને હાલ જાવર વિસ્‍તારમાં આવેલા એન્‍જીનીયરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. જીલ્લામાં અત્‍યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્‍યા ૪૦૫૩ પહોંચી છે.

(1:56 pm IST)