Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદરઃ કોંગ્રેસના આગેવાનોની જહેમતથી મહિલા સાથે છેતરપીંડીનો કેસ ઉકેલાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રપ :.. કોંગ્રેસના આગેવાનોની જહેમતથી મહિલા સાથે છેતરપીંડીનો કેસ ઉકેલાય ગયો હતો.

થોડાક દિવસ પહેલા એક બેનના ૭ લાખ જેવી રકમ વિશ્વાસઘાત કરી અને છેતરપીંડી કરી હોય અને તે લોકો હેરાન પરેશાન થતા હોય સરકારી અધિકારીઓ પણ જવાબ ન આપતા હોય ત્‍યારે કોંગ્રેસના આગેવાનોનું ધ્‍યાન દોરતા તેમના આઠ લાખ જેવી રકમ પરત અપાવી હોય અને તે ટીવી અને ફેસબુકના માધ્‍યમથી લોકો સુધી પહોંચતી હોય ત્‍યારે નવાપરા વિસ્‍તારમાં રહેતા મંજૂબેન વેજાભાઇ મોઢવાડયાએ ટીવીના માધ્‍યમથી કાર્ય નિહાળી હોય ત્‍યારે તે લોકોને એમ થયું કે ચાલો અમારી પણ સમસ્‍યાનું સમાધાન નાથાભાઇ કરી આપશે અને સાત લાખ રૂપિયા છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને કોન્‍સ્‍ટેબલ કેશુભાઇએ વચ્‍ચે રહીને ભોમિયાવદર ગામના અનિલભાઇ જેઠાભાઇ ઓડેદરાને અપાવ્‍યા હોય ત્‍યારે તે અમને પૈસા પરત ના આપતા હોય ત્‍યારે દુઃખી થઇ ગયા હોય અમને ઘર ચલાવવામાં ભયંકર તકલીફ પડી રહી હોય ત્‍યારે અમારા ઘરવાળા મૃત્‍યુ પામ્‍યા હોય અને ૩ સંતાન હોય અને અમે સંપૂર્ણ નિરાધાર થઇ ગયા હોય મંજૂબેન છોકરા સાથે લઇને ઇન્‍દ્રપ્રસ્‍થ હોટલની નીચે કોંગ્રેસ અગ્રણી નાથાભાઇની ઓફીસમાં પહોંચી ગયા હોય અને અમારી આપવીતી જણાવી હોય ત્‍યારબાદ સતત પ્રયત્‍ન કરી ૧ લાખ રૂપિયા રોકડા અને ૬ લાખ રૂપિયા વરસ દિવસની અંદર પરત આપી દેશુ તેવું નોટરી કરાવીને અમારૂ કામ કરી આપ્‍યું હોય તેમ કોંગ્રેસ પૂર્વ પ્રમુખનો આભાર વ્‍યકત કર્યો હતો. મંજૂબેન વેજાભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

(2:02 pm IST)