Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા અને ઓખા મઢી રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે એક વ્‍યક્‍તિનું ટ્રેનમાંથી પડી જવાથી મળત્‍યુ : વાલી વારસની શોધખોળ

 (કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૫ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા અને ઓખા મઢી રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે એક વ્‍યક્‍તિનું  ટ્રેનમાંથી પડી જવાથી  મળત્‍યુ થતા તેના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.   એક અજાણ્‍યો હિન્‍દૂ પુરુષ ઉ. વ. ૨૫  ભાટિયા રેલવે સ્‍ટેશન અને ઓખા મઢી રેલવે સ્‍ટેશન વચ્‍ચે ગોવાહાટી ઓખા ટ્રેન માંથી ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી મળત્‍યુ થયું છે.તે રંગે શ્‍યામ વર્ણ , ઊંચાઈ ૫*૫ ફુટ, શરીરે મધ્‍યમ બાંધાનો કમરે કબુતરી કલર નો કાળી ચોકડી વાળો બર્મુડા પહેરેલ છે. છાતી ના જમણા ભાગે અંગ્રેજી માં p ત્રોફાવેલ છે.

(3:41 pm IST)