Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પી.જી.વી.સી.એલ. જામનગરના કર્મચારીને છૂટા કરવાના હુકમને યોગ્‍ય ઠરાવતી લેબર કોર્ટ

રાજકોટ,તા.૨૫: સંસ્‍થા દ્વારા ગેરવર્તણૂક બદલ શ્રમયોગીને છુટા કરવાના સજાના હુકમને મજુર અદાલતે યોગ્‍ય ઠારાવ્‍યો હતો. આ કેસની હકીકત એવી છે કે પી.જી.વી.સી.એલ. જામનગર વર્તળુક કચેરી હેઠળ વિભાગીય કચેરી જામજોધપુર ખાતે ફરજ બજાવતા ગોવિંદભાઈ ખીમજીભાઈ પાતરે તેઓને છુટા કરવાની સજાના હુકમને મજુર અદાલત સમક્ષ રેફરન્‍સ કેસ મારફતે પડકારેલ અને છુટા કરવાનો હુકમ રદ કરી પુનઃસ્‍થાપિત થવા દાદ માગેલ.બંને પક્ષોની દલીલો તેમજ કેસમાં પાડેલ પુરાવાઓ તેમજ સંસ્‍થા તરફે રજુ થયેલ સર્વોચ્‍ચ અદાલત દ્વારા સ્‍ટાન્‍ડર્ડ ચાર્ટડ બેંક વિરૂધ્‍ધ આર.સી.શ્રીવાસ્‍તવના કેસમાં પ્રસ્‍થાપિત થયેલ સિધ્‍ધાંતો ધ્‍યાને લઈ મજુર અદાલત જામનગરના ન્‍યાયાધીશશ્રી જે.બી.પરીખ સાહેબ દ્વારા શ્રમયોગીને નોકરીમાંથી છુટા કરવાની સજા પડેલ પુરાવાના આધારે યોગ્‍ય અને ન્‍યાયિક હોવાનું પુરવાર માની સજાના હુકમમા કોર્ટ દ્વારા હસ્‍તક્ષેપ કરવા માટે કોઈ ન્‍યાયિક કારણ નથી. તેમ ઠરાવી અરજદાર શ્રમયોગીની પુનઃસ્‍થાપિતની દાદ નામંજુર કરતો હકુમ કરેલ છે. પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી, જામનગર તરફે એસ.બી.ગોગિયા લો ફર્મ વતી એડવોકેટ અનિલ એસ.ગોગિયા, પ્રકાશ એસ.ગોગિયા તેમજ સીન્‍ધુબેન એસ.ગોગિયા એડવોકેટ રોકાયેલ હતા.

(4:30 pm IST)