Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબીના નાની વાવડી ગામે કારખાનામાંથી મેંદાની બોરીઓ ચોરી કરનાર ઝડપાયો.

એક આરોપીને ઝડપી લઈને મુદામાલ રીકવર કરાયો અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ ચલાવી.

મોરબી તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલ ફૂડ પ્રોડક્ટ કારખાનામાં મેંદાની બોરીની ચોરી કરનાર એક ઈસમને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ ૧.૧૫ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે તો અન્ય એક આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
નાની વાવડી નજીક આવેલ સંકેત પ્રોડક્ટ કારખાનામાંથી નોબલ કંપનીના મેંદાની ૮૫ બોરીઓની ચોરી થઇ હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હોય જેમાં ગુનાને અંજામ આપનાર શૈલેશ બચુભાઈ પટેલ રહે નાની વાવડી વાળો સંડોવાયેલ હોવાની બાતમી મળતા આરોપી શૈલેશ ઉર્ફે સયલો બચુભાઈ પડસુંબીયા (ઉ.વ.૩૭) વાળાને ઝડપી લઈને ચોરીમાં ગયેલ મેંદાની બોરીઓ નંગ ૮૩ કીમત રૂ ૧,૧૫,૩૭૦ નો મુદામાલ રીકવર કરાયો છે તેમજ આરોપીની પૂછપરછમાં તેનો સાથીદાર પ્રકાશ બાબુભાઈ પડુંરકર રહે મૂળ મહારાષ્ટ્ર હાલ સંકેત ફૂડ કારખાનાની ઓરડી વાળાએ મદદ કરી હોવાની કબુલાત આપતા આર્પોઈ પ્રકાશ પડુંરકરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
૨૫ હજારની ઉધારીના બદલામાં કારખાનાના કર્મચારીએ ચોરીમાં મદદ કરી
ઝડપાયેલ આરોપી શૈલેશ પટેલે આરોપી પ્રકાશ પડુંરકરને હાથ ઉછીના ૨૫ હજાર આપ્યા હતા જે પૈસાની આરોપી પાસે સગવડ ના થતા તેમજ સંકેત ફૂડ પ્રોડક્ટ કારખાનું બંધ હોય જેથી ચોરી કરવાનું નક્કી કર્યું હતું બંને આરોપીને પૈસાની જરૂરત હોવાથી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું છે ઝડપાયેલા આરોપીએ ચોરીનો મુદામાલ લઇ જવા વાહનની વ્યવસ્થા તેમજ માલ વેચાણ કરવાની વ્યવસ્થા કરી આપી હોવાનું ખુલ્યું છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ અને AHTU મોરબીના પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.

(10:51 pm IST)