Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જેતપુરમાં મેઘરાજાની સટાસટી : ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં મકાનમાં પાણી ઘુસ્યા

નીચાળવાળા વિસ્તારમાં મકાનો પાણીમાં ગરક થતા ઘરવખરી તણાઈ

જેતપુરમાં આજે મોડી સાંજે મેઘસવારી આવી પહોંચી હતી. મેઘરાજાએ આકરો મિજાજ અપનાવી જોરદાર બેટિંગ કરતાં ચારે કોર પાણી...પાણી.. થઇ ગયું હતું.

 જેતપુરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના મકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોની ઘરવખરી પાણીમાં ગરક થઈ ગઇ હતી. રોડનો ભાગ ઊંચો હોવાથી ઘરમાં પાણી ભરાયા હોવાનો લોકોએ રાવ ઉઠાવી હતી. જેને લઇને નગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભો થયા હતા.

(11:00 pm IST)