Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જુનાગઢમાં મહિલા સંચાલીત જુગારધામ પર ત્રાટકતી બી ડીવીઝન પોલીસ

૧૦ મહિલાઓને રૂ.૬૨૯૦ની રોકડ સાથે ઝડપી લીધી

જુનાગઢ, તા.૨૫: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટીની સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આર.બી.સોલંકીની સુચના આધારે ડી.સ્ટાફ પો.સબ.ઇન્સ. એ.કે.પરમાર તથા પો.હેડ.કોન્સ પરેશભાઇ બી હુણ, તથા પો.કોન્સ. પૃથવીરાજસિંહ જયવંતસિંહ, ભગતસિંહ ભલાભાઇ તથા વૂ.પો.કોન્સ અલ્પાબેન લવજીભાઇનાઓએ જુનાગઢ ખલીલપુર રોડ સીધ્ધીવિનાયક ગેટ-૨ યમુનાવાડીમાં રહેતા હિનાબેન વા/ઓ પ્રદિપભાઇ વાડોદરીયાના મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ કાઢી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી રેઇડ કરતા જુગાર રમતી કુલ દશ મહીલા ઇસમોને રોકડા રૂ.૬૨૯૦/ના મુદામાલ સાથે પકડી પો.હેડ.કોન્સ. પરેશભાઇ બી હુણ દ્વારા સરકાર તરીકે ફરીયાદી બની, જુગારધારા એકટ મુજબ ગુન્હો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મહીલા આરોપીઓઃ (૧) હીનાબેન પ્રદીપભાઇ વાળોદીયા (ર) સોનલબેન ભીમાભાઇ પીપળીયા (૩) ઉષાબેન તુષારભાઇ કોયાણી (૪) દયાબેન હરેશભાઇ સોજીત્રા (પ) ભાવનાબેન દિપકભાઇ પોકીયા (૬) રીનાબેન અતુલભાઇ પટોળીયા (૭) ભારતીબેન અશોકભાઇ ધામેચા (૮) ભાવનાબેન ભરતભાઇ બોદર (૯) રીમાબેન પ્રભુદાસ પારખીયા રહે. તમામ જુનાગઢ ખલીલપુર રોડ સીધ્ધીવિનાયક ગેટ-ર યમુનાવાડીની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:58 pm IST)