Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રાજકોટ જીલ્લામાં ઉંડા ઉતારેલા ૫૪ તળાવો અને ચેકડેમો છલકાયા

રાજકોટઃ તા.૨૫, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ૮ ગામ, ગોંડલ તાલુકાના ૬ ગામ, જામકંડોરણાના ૫ ગામ, જસદણના ૮ ગામ, જેતપુરના ૪ ગામ , કોટડા સાંગાણી તાલુકાના ૩ ગામ,  લોધિકાના ૧ ગામ, પડધરીના ૨ ગામ, રાજકોટ તાલુકાના ૫ ગામ, ઉપલેટા તાલુકાના ૭ ગામ અને વિંછીયા તાલુકાના ૫ ગામના તળાઓ અને ચેકડેમ નવા નીરથી છલકાય ગયા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાનીવાવડી, છત્રાસા, પીપળીયા, ભોલા, ભોલગામડા, જમનાવાડ, મોટીમારડ, છાડવા વાદાર,  ગોંડલ તાલુકાના હડમડીયા, ડેયા, રાવણા, કેસવાડા, બેટાવળ, મોટા મહિકા, જામકંડોરણાના ખજુરડા, વદર, ગુદાસરી, સાજડીયાળી, બરોડિયા, જસદણ તાલુકાના ભાડલા પોલારપર, બળધોઈ, કાળાસર, ખારચિયા જામ, મદાવા, વડોદ, દેવપરા, લુણાગરી, જેતપુર તાલુકાના અમરનગર, રેશમડી ગાલોળ, અમરાપર, કોટડાસાંગાણીના ખરેડા, રાજગઢ, આનંધ્પર, લોધિકા તાલુકાના ઢોલરા, પડધરી તાલુકાના છેલ્લીદ્યોડી, ખાખડાબેલા, રાજકોટ તાલુકાના ઢાંઢીયા,  ગઢકા, લીલીસાજડીયાળી, હરીપર, લોધીકા, ઉપલેટા તાલુકાના માખીયાળી, ઢાંક, મેરવદર, જામ ટીંબડી, પડવાલા, વડાલી, મોટી પાનેલી તેમજ વિછીયા તાલુકાના મોઢુકા, જનડા,ઓરી, ગોરીયા તેમજ વિંછીયા ગામમાં તળાવો ભરાય જતા ગ્રામજનોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

(3:02 pm IST)