Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જામકંડોરણા પોલીસના અત્યાચાર મામલે ભોગ બનનાર ગરાસીયા પ્રૌઢના પુત્રનું પોલીસે નિવેદન લીધુ

 

રાજકોટઃ જામકંડોરણા પોલીસના અત્યાચાર મામલે ભોગ બનનાર ગરાસીયા પ્રૌઢના પુત્રનું પોલીસે નિવેદન લીધુ છે.

અંગેની વિસ્તૃત વિગતો જોઇએતો ગરાસીયા પ્રૌઢ ઉપર  જામકંડોરણાના પી.એસ.આઇ. દ્વારા ગુજારાયેલ અત્યાચાર સંદર્ભમાં ભોગ બનનારના પરિવાર દ્વારા અપાયેલ લેખીત ફરીયાદના સંદર્ભમાં ગોંડલના ડીવાયએસપી શ્રી પ્રતિપાલસિંહ ઝાલાને તપાસ સોંપાતા ભોગ બનનાર અનિરૃદ્ધસિંહ ઝાલાના પુત્રનું નિવેદન પોલીસે લીધું છે.

ડીવાયએસપી અંગેનો રીપોર્ટ એસ.પી.ને આપશે ત્યાર પછી પી.એસ.આઇ.સામે પગલા લેવાશે તેવુ જાણવા મળેલ છે.

ડી.વાય.એસ.પી. ભોગ બનનારના પુત્ર ઉપરાંત ડોકટરી રીપોર્ટ તથા પોલીસ સ્ટાફના પણ નિવેદનો નોંધ્યા હતા. વધુ વિગતો મેળવાઇ રહી છે.

મારૂનામ દિગ્વીજયસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા જાતે દરબાર, ..ર૬, ધંધો ખેતી, રહે. મુળગામ પીપરડી, તા. જામ. કંડોરણા, હાલ રહે. ઇન્દિરાનગર થરાત્રળા શેરી જામ કંડોરણા જી. રાજકોટ મો. નં. ૯૬ર૪રર૯ર૮૪૪.

રૂબરૂમાં પુછવાથી લખાવું છુ કે હું મારા પરિવાર સાથે રહું છું. અને હું બી.કોમ. સુધી ભણેલ છું.

આજરોજ આપ સાહેબ મને પ્રતિ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ ના  ઓ ને સંબોધીને જામ કંડોરણા પો.સ.ઇ. દ્રારા પ્રોઢને ઢોર માર મારવા બાબતની ગઇ તા.૧૮/૦૯/૨ર૦ર૦ની એક  લેખીત અરજી વાંચી બતાવી આ અરજીમાં કરેલ રજુઆત બાબતે પુછતા લખાવુ છુ કેઆ અરજી મેં કરેલ છે. આ અરજી કરવાનું કારણ એ છે કે, ગઇ તા.૦૨/૦૯/૨ર૦૨૦ના રોજ સાંજના  આશરે સાડા ચારેક વાગ્યા વખતે હું મારા ધરે હતો, આ વખતે મારા નાના ભાઇ શક્તિસિંહએ મારા ઉપરોક્ત  મોબાઇલ ફોનમાં તેના મોબાઇલ નંબર ૯૫૫૮૧૦૪૧૬૪ ઉપરથી ફોન કરી અને જણાવેલ કે, જામ કંડોરણા પોલીસ  સ્ટેશનથી ચાર પોલીસવાળા આવેલ અને પપ્પાને તમારા વિરૂધ્ધમાં અરજી છે. તેમ કહી પોલીસ સ્ટેશન લઇ ગયેલ  છે. તેમ વાત કરતા હું તુરંત જ અમારી દુકાને ગયેલ અને મારા ભાઇ શક્તિસિહને મળી બનાવની વિગત જાણી અને  હું જામ કંડોરણા પોલીસ સ્ટેશન ગયેલ અને ત્યાં પી.એસ.આઇ. ને મળવા માટે ત્યાં હાજર એક પોલીસ વાળા  ભાઇને કહેતા આ પોલીસ વાળા ભાઇએ મને કહેલ કે સાહેબ મળવાની ના પાડે છે. તેમ કહેતા હું પોલીસ સ્ટેશનથી  પાછો દુકાને ગયેલ અને મારા પપ્પાને અરજીના કામે લઇ ગયેલ હોય જેથી હમણાં છોડી મુકશે તેમ માની હું અને  મારો ભાઇ શક્તિસિંહ એમ બંન્ને મારા પપ્પાની આવવાની રાહ જોઇને અમારી દુકાને બેઠા હતા આ દરમ્યાન સાંજના  આશરે સાડા છએક વાગ્યા વખતે એક અજાણ્યો ભાઇ મારી દુકાને આવેલ જેનું નામ મને આવડતુ નથી આ ભાઇએ  મને કહેલ કે, તમારા પપ્પાને જામ કંડોરણા પી.એસ.આઇ. ગોહિલ સાહેબ તેની પ્રાઇવેટ કાર આઇ ર૦માં નગરનાકે  લાવી અને ધોકાથી માર મારે છે. તેમ વાત કરતા હું તુરંત જ નગરનાકે જતા આ વખતે ત્યાં મારા પપ્પા કે જામ  કંડોરણા પી.એસ.આઇ. ગોહિલ સાહેબ હાજર ન હોય પરંતુ ત્યાં બીજા બે-ચાર માણસો ઉભા હોય જેને હું ઓળખતો ન  હોય આ લોકોને મેં પુછેલ કે કોઇ ભાઇને અહિ પોલીસે માર મારેલ છે. અને તે લોકો ક્યાં ગયેલ તેમ પુછતા આ  લોકોએ મને કોઇ જવાબ આપેલ નહિ. જેથી હું તુરંત જ નગરનાકાથી જામ કંડોરણા પોલીસ સ્ટેશન ગયેલ, આ વખતે  મેં ત્યાં હાજર પોલીસવાળા ભાઇને કહેલ કે મારે મારા પપ્પાને મળવુ છે એટલે આ પોલીસવાળા ભાઇએ મને કહેલ કે  અત્યારે સાહેબે મળવાની ના પાડેલ છે. તમે મોડેથી આવજો તેમ કહેતા હું ત્યાથી મારા ધરે જતો રહેલ, બાદ રાતના  આશરે નવેક વાગ્યા વખતે હું પાછો જામ કંડોરણા પોલીસ સ્ટેશન મારા પપ્પાને મળવા માટે ગયેલ, આ વખતે ત્યાં  એક પોલીસ વાળા ભાઇ હોય તેને મેં મારા પપ્પાને મળવાનું કહેતા મને મારા પપ્પાને મળવા દેતા આ વખતે મારા  પપ્પાને લોકઅપમાં રાખેલ હોય. હું મારા પપ્યા અનિરૂધ્ધસિંહબાપુને મળેલ અને મેં મારા પપ્પાને પુછેલ કે શું થયુ.  એટલે મારા પપ્પાએ મને કહેલ કે, હું દુકાને હતો ત્યાં યાર પોલીસ વાળા આવેલ અને તમારા વિરૂધ્ધ અરજી છેતમને ગોહિલ સાહેબ બોલાવે છે તેમ કહી પોલીસ સ્ટેશન લાવેલ. આ વખતે પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. ગોહિલ  સાહેબ મને ચેમ્બરમાં બોલાવેલ અને મને બંને પગના તળીયામાં પી.એસ.આઇ. ગોહિલ સાહેબે પટ્ટાથી ખુબ જ માર  મારેલ અને પછી પોલીસ સ્ટેશનથી તેની પ્રાઇવેટ આઇ-૨૦ કારમાં બેસાડી અને આ પી.એસ.આઇ. ગોહિલ સાહેબ  તથા તેની સાથે બીજા બે પોલીસવાળા હતા. આ લોકો મને નગર નાકે લાવી ત્યાં આઇ -૨૦ કારમાંથી નીચે ઉતારી  પી.એસ.આઇ. ગોહિલ સાહેબે તેની પાસેના ધોકા વડે મને પાછળ બેઠકના ભાગે આઠથી દસ ધોકા મારેલ અને બેફામ  ભુંડી ગાળો કાઢેલ અને નગરનાકાથી પાછા જામ કંડોરણા પોલીસ સ્ટેશન લઇ આવી. અને પી.એસ.આઇ. ગોહિલ  સાહેબ મને તેની ચેમ્બરમાં લઇ જઇ મારા બંન્ને હાથમાં પટ્ટાથી માર મારેલ અને મને માર મારતા હતા ત્યારે તેના  મોબાઇલ ફોનમાંથી કોઇને વિડયો કોલ કરી મને માર મારતા હતા તે સામાવાળાને બતાવતા હતા. તે વિડીયો કોલ  

 કોને કરેલ તેની મને ખબર નથી. તેમ મારા પપ્પાએ મને વાત કરેલ હતી. બાદ બીજા દિવસે મારા પપ્પાને બપોરના આશરે અઢિ વાગ્યા વખતે મામલતદાર કચેરીમાં રજુ કરતા આ વખતે મારા પપ્પાએ આ પી.એસ.આઇ. ગોહિલ સાહેબે ધોકા તથા પટ્ટાથી ઢોર માર મારેલની રજુઆત કરી અને શરીરે દુખાવો થતો હોય સારવારમાં જવાનું કહેતા ત્યાંથી મારા પપ્પાને જામ કંડોરણા સરકારી દવાખાને સારવારમાં દાખલ કરેલ અને મારા પપ્પાની તબિયત ખરાબ થતા તુરંત જ અહિ રાજકોટ સરકારી દવાખાને વધુ  કંડોરણા અમારા ધરે લઇ ગયેલ હતા. આ વખતે મારા પપ્પાએ વાત કરેલ કે જામ કંડોરણા પી.એસ.આઇ.એ મને  ધમકી આપેલ છે કે, જો તું મારા વિરૂધ્ધમાં કોઇ જગ્યાએ રાવ ફરીયાદ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી  ધમકી આપેલ હોવાની વાત કરેલ હતી.  

બાદ તા.૧૪/૦૯/૨૦૨૦ના રોજ મારા પપ્પા અમારી નગરનાકે આવેલ દુકાને બેઠા હતા આ વખતે  સાંજના આઠેક વાગ્યા વખતે પી.એસ.આઇ. ગોહિલ સાહેબ સરકારી જીપ લઇને આવેલ અને મારા પપ્પાને કહેલ કે  તમારી વિરૂધ્ધમાં દારૂનો ગુન્હો છે. ચાલો જીપમાં બેસી જાવ તેમ કહેતા મારા પપ્પા જીપમાં બેસી જતા તેને જામ  કંડોરણા પોલીસ સ્ટેશન લઇ ગયેલ અને મારા પપ્પાનો કોરોના રિપોર્ટ કરાવેલ અને રિપોર્ટ નેગેટીવ આવતા ગઇ  તા.૧૬/૦૯/૨૦૨૦ના રોજ દારૂના કેશમાં અટક કરેલ હતા. અને ત્યારે પી.એસ.આઇ. ગોહિલ સાહેબે મારા પપ્પાને  કહેલ કે હજુ પણા તારી વિરૂધ્ધમા બીજા બે ત્રણ ગુન્હા દાખલ કરવાના છે. અને તને ગામમાં લઇ જઇ માર મારવાનો  છે. તેમ ધમકી આપેલ હોવાનું મારા પપ્પાએ મને વાત કરેલ હતી. મારા પપ્પાને દારૂના કેશમાં અટક કરેલ તે  વખતે પી.એસ.આઇ. ગોહિલ સાહેબે કોઇ માર મારેલ નથી.   

આ મારા પપ્પા અનિરૂધ્ધસિંહ જાડેજાને ગઇ તા.૦૨/૦૯/૨૦૨ર૦ના રોજ અરજીના કામે પુછપરછ  કરવા માટે લઇ ગયેલ બાદ જામ કંડોરણા પો.સ્ટે.ના પી.એસ.આઇ. ગોહિલ સાહેબે તેની ચેમ્બરમાં મારા પપ્પાને પટ્ટા  વડે બંન્ને પગના તળીયામાં ખુબ માર મારેલ તથા જામ કંડોરણા પો.સ્ટે.થી તેની પ્રાઇવેટ આઇ-૨૦ કારમાં જામ  કંડોરણા નગરનાકે લાવી ત્યાં પી.એસ.આઇ. ગોહિલસા.એ મારા પપ્પાને પાછળ બેઠકના ભાગે આઠ થી દસ ધોકા  મારેલ અને નગરનાકેથી પાછા પોલીસ સ્ટેશન લાવી અને તેની ચેમ્બર અંદર લઇ જઇ પટ્ટા વડે બંન્ને હાથમાં માર  મારી માં બહેન સામે ભુંડી ગાળો બોલી જો આ બાબતે કોઇને રાવ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી  ધમકી આપી હજુ બીજા ગુન્હામાં ફીટ કરવાની ધમકી આપેલ હોય તો આ અંગે પી.એસ.આઇ. ગોહિલ જામ કંડોરણા  પો.સ્ટે.નાઓ સામે મારા પપ્પાને વગર વાંકે માર મારી ગાળો કાઢી ધમકી આપવા બાબતે કાયદેસરની કાર્યવાહિ  કરવા માટે જામ કંડોરણા પી.એસ.આઇ. ગોહિલ સાહેબ સામે ધોરણસર થવા મારી આ ફરીયાદ જાહેર કરૂ છુ.   

એટલી મારી ફરીયાદ હકિકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી  આ નીચે મારી સહી આપેલ છે. 

(11:47 pm IST)