Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઉનામાં 'આપ' દ્વારા કૃષિ બીલનો વિરોધ

ઉના : લોકસભા-રાજયસભામાં એનડીએ સરકારે બહુમતીના જોરે ખેતી-ખેડૂતોના લગત ૩ બીલ પસાર કરાવેલ છે. આ બિલોથી ખેડૂતોને નુકશાન થાય તેમ હોય. તેથી આ બિલનો વિરોધ કરવા અને રાષ્ટ્રપતિને લખેલ આવેદન પત્ર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા તાલુકા પ્રમુખ રાજુભાઇ દ્વારકાદાસ ગટેચા, જીલ્લા અધ્યક્ષ દિનેશભાઇ મોરી, જીલ્લા મહામંત્રી મનુભાઇ એસ. મોરી, પ્રભારી મગનભાઇ ગજેરા, તાલુકા મહામંત્રી ભરતભાઇ કામલીયા સહિત ૧૧ થી વધુ આગેવાનો ત્રિકોણ બાગ પાસે બાબા સાહેબ આંબેડકરજીના પુતળા પાસેથી ટાવર ચોકે રેલી રૂપે જતા હતા અને ત્યાં સુત્રાચ્ચારો કરી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવા જાય તે પહેલા ઉના પોલીસે તમામ ૧૧ આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતાં. આવેદન પત્ર પ્રાંત અધિકારીને મોકલી આપેલ હતું. કૃષિ બીલનો વિરોધ કર્યો તે તસ્વીર.

(11:28 am IST)