Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગીરસોમનાથ જિ.માં પાંચ અને ૬૦ બેડની કોવીડ હોસ્પિટલ સોમનાથમાં કાર્યરત

પ્રભાસપાટણ  તા.રપ : કોરોના વાયરસના સંક્રમણ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-૪ અને સરકારી હોસ્પિટલ-૧ તેમજ ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત છે.

 સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૧૦૦ બેડની ઓકસીજન સાથે ૨૦ બેડ આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જયારે ખાનગી હોસ્પિટલમા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ ખાતે -૩૦ બેડ ઓકસીજન સાથે ૬ બેડ આઈસીયુ સાથે અને ૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. શ્રીજી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૧ બેડ જેમા ૧૯ બેડ ઓકસીજન સાથે ૫ બેડ આઈસીયુ, ૨- વેન્ટીલેટર ઉપલબ્ધ છે. સોમનાથ હોસ્પિટલ વેરાવળ-૩૦ બેડ જેમા ૨૨ બેડ ઓકસીજન સાથે ૬-બેડ આઈસીયુ સાથે ૧-વેલ્ટીલેટર ઉપલબ્ધ છે. અલિફ હોસ્પિટલ વેરાવળ-૩૦ બેડ સાથે ૨૫ બેડ ઓકસીજન સાથે ૬-બેડ આઈસીયુ અને ૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. તેમ આરોગ્ય વિભાગ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(11:36 am IST)
  • દિપીકા પાદુકોણને પુછપરછ પહેલા બેચૈની થવા લાગીઃ પતિ રણવીરસીંહે નાર્કોટીક બ્યુરોને અપીલ કરી કે મને દિપીકાની સાથે રહેવા દયો access_time 11:32 am IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST