Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જસદણ પંથકની સીમમાં પતંગીયાની ૩૦ પ્રજાતિ જોવા મળીઃ પ્રકૃતિપ્રેમી જયંત મોવલીયાએ કેમેરે કંડારી

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા., રપઃ જસદણ પંથકના શિક્ષણવિદ અને પ્રકૃતીપ્રેમી જયંતીભાઇ મોવલીયા (મો. ૯૮ર૪૪ રપ૪૪૦)એ તાલુકાના અને આસપાસના બાખલવાડ, ખાનપર,કનેસરા, ફુલઝર, દેવપરા સહીતના જુદા જુદા ગામોની સીમોમાં રઝળપાટ કરી પતંગીયાના અઢળક  ફોટોગ્રાફ કિલક કરી રંગબેરંગી પતંગીયાનું જીવણવટભર્યુ નિરીક્ષણ કરતા જેમાં જસદણ પંથકના ગામોની સીમમાં ૩૦ જેટલી પ્રજાતી જોવા મળી હતી.

જસદણ પંથકની સીમોમાં વરસાદ બાદ હાલ હરીયાળી છવાઇ છે. વૃક્ષના પાંદડે પાંદડે સૌંદર્યનો નિખાર છવાયો છે. આવા કુદરતી વાતાવરણ અને લોકો કુદરતથી નજીક માહીતગાર થાય તેને લઇ પ્રકૃતિપ્રેમી જયંતભાઇ મોવલીયાએ આ વિસ્તારના પશુ પક્ષીઓ વૃક્ષો અને અન્ય કુદરતી રચનાના ફોટોગ્રાફ અને બારીકાઇથી નીરીક્ષણ અંગે ભારે સંશોધન કર્યુ છે.

(11:48 am IST)