Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

લાંચ લેતા ઝડપાયેલ જુનાગઢના નાયબ મામલતદારને કોરોના થતાં એસીબીના સ્ટાફને કવોરન્ટાઇન થવુ પડશે

રિપોર્ટ પોઝીટીવ આવતા રીમાન્ડની કાર્યવાહી તપાસને અસર

(વિનુ જોશી) જુનાગઢ તા.રપ : લાંચ લેતા ઝડપાયેલ જુનાગઢ જમીન શાખાના  નાયબ મામલતદાર જગદીશ ગોપાલભાઇ મકવાણાને કોરોની તપાસનીસ એસીબીના સ્ટાફને હોમ કવોરન્ટાઇન થવાની નોબત આવી છે.

ગઇકાલે મકવાણાને તપાસનીસ બોટાદ એસીબીના પી.આઇ.ચૌહાણ વગેરેએ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરેલ છે. પરંતુ મકવાણાનો બીજો કોરોના ટેસ્ટનો રીપોર્ટ પોઝીટીવ આવતા રીમાન્ડની તજવીજ અટકી પડી હતી.

હવે જયાં સુધી નાયબ મામલતદારને રિપોર્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી રીમાન્ડની કાર્યવાહી અને તપાસ સ્થગિત રહી શકે છે.

ઉપરાંત પી.આઇ. ચૌહાણ સહિતના તપાસનીશ એસીબીના સ્ટાફને  હોમ કવોરન્ટાઇન રહેવાની ફરજ પડી શકે છે.

(12:54 pm IST)