Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જુનાગઢના સાંબલપુરની સીમમાં પરિણીતા પર દુષ્કર્મની કોશિષ

બે શખ્સોએ છેડતી કરી ઝપાઝપીમાં મંગલસુત્ર પડી ગયુ

(વિજુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ : જુનાગઢના સાંબલપુરની સીમમાં પરિણીતા પર દુષ્કર્મની કોશિષ કરીને નિર્લજજ હુમલો કરતા ઝપાઝપીમાં તેણીનું મંગલસુત્ર પડી ગયું હતું.

આ બનાવમાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને એકને પકડી પાડયો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢ તાલુકાના સાબલપુર ગામના વિસ્તારમાં રહેતી એક ર૦ વર્ષીય પરિણીતા ગઇકાલે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં વોંકળામાં પાણી ભરવા ગઇ હતી.

ત્યારે સાબલપુરનો રફીક અમીન કચરા અને એક અજાણ્યા શખ્સે આવી ચડી પરિણીતાને પાછળથી પકડી છેડતી કરી હતી.

દરમિયાન પરણીતાએ રફીકની સાથે આવેલ શખ્સે હુમલાનો પ્રયાસ કર્યોહતો અને તે ભાગવા જતા મંગળ સુત્ર પડી ગયું હતું. અને રફીકે મારી નાખવાની ધમકી આપી હતી તાલુકા પીએસઆઇ કે.જે. પટેલે તપાસ હાથ ધરી રફીકને પકડી પાડેલ જયારે સાથેના ઇસમને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(12:57 pm IST)