Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

નવરાત્રીમાં શક્તિપીઠ ભુવનેશ્ર્વરી માતાના મંદિરે માતા નો મહીમા:વિવિધ પુજન અર્ચન

ગોંડલ:સુપ્રસિધ્ધ શક્તિપીઠ ભુવનેશ્ર્વરી મંદિર ખાતે નવલા નોરતા ને અનુલક્ષી ને પુજન અનુષ્ઠાન યજ્ઞ સહીત આયોજન કરાયા છે.

પ્રથમ નોરતે પ્રાંત:કાલ સાડાચાર થી છ દરમિયાન અનુષ્ઠાની ભક્તો દ્વારા ઘટસ્થાપન વીધી મહાપુજા સવારે પ્રાંત:કાલ આરતી બાદ માં પુ.આચાર્ય ઘનશ્યામજી ની નિશ્રા મા સ્તુતિ પ્રાર્થના ચંડીપાઠ નુ સમુહ ગાન તથા આશિર્વચન સવારે નવ કલાકે પ્રત્યક્ષ કુમારીકા દુર્ગાપુજન સવારે દશ થી બાર જપ,તપ ધ્યાન.બપોરે ત્રણ થી પાંચ ભુવનેશ્ર્વરી ભાગવત કથા પારાયણ, સાંજે સાયંકાલીન સ્તુતિ તથા આરતી સાંજે પુ.ઘનશ્યામજીમહારાજ તથા પુ રવિદર્શનજી ની નિશ્રા મા સત્સંગ અને ભુવનેશ્ર્વરી ચાલીસાનુ સમુહ પઠન કરાશે.રાત્રી ના નાની બાળાઓ દ્વારા ગરબી રમાશે.

આઠમ ના રોજ સતચંડી મહાયજ્ઞ એકવીસ કુંડી યજ્ઞ નુ આયોજન કરાયુ છે.નવરાત્રી ને લઈ ને મંદિર ને અનેરો શણગાર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી ના પાવન પ્રસંગે દેશ વિદેશ થી માઇ ભક્તો અનુષ્ઠાન જપ તપ માટે પ્રતિ વર્ષ ભુવનેશ્ર્વરી મંદિરે મોટી સંખ્યા માં આવે છે

(12:39 pm IST)