Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

મોરબી: રંગપર ગામે કારખાનામાં ટાંકી ઉપરથી પડતા શ્રમિકનું મોત

મોરબી જિલ્લામાં છાશવારે શ્રમિકોના અકસ્માતે મોત થયાની ઘટનાઓ નોંધાઈ રહી છે. જ્યાં તાજેતરમાં રંગપર ગામે કારખાનામાં ટાંકી ઉપરથી પડતા શ્રમિકનું મોત થયાની વિગતો સામે આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મહાદેવ મિનરલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા સુનિલભાઇ રમેશભાઇ મેળા નામનો શ્રમિક રંગપર ગામની સીમમાં આવેલ એપ્રિકોન સીરામીક કારખાનામાં રાત્રીના સમયે ડસ્ટ કલેકટ કરવાની સીડીથી ડસ્ટ કલેક્ટની ટાંકી ઉપર ચડ્યો હતો. એ વેળાએ  અક્સમાતે નીચે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(3:41 pm IST)