Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર નવી ખેડૂત પદ્ધતિ ડ્રોન દ્વારા દવાનો છંટકાવનો નિદર્શન કરાયુ

ભારત સરકાર ખેડૂત માટે નવી નવી ટેક્નોલોજી આપનાવી: નવી ખેડૂત પદ્ધતિ દ્વારા ખેડૂતોને સરકારનો ફાયદો થતાં પ્રધાનમંત્રી મોદીનો ધોરાજીના ખેડૂતોએ આભાર માન્યો:

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર નવી ખેડૂત પદ્ધતિ ડ્રોન દ્વારા દવાનો છંટકાવનો નિદર્શન કરાયુ હતું
ધોરાજી  ના જામકંડોરણા રોડ ખાતે યોજવા માં આવેલ જેમાં ધોરાજી ના ખેડૂતો એ ડ્રોન દ્વારા કઈ રીતે દવા છટકાવ થાય છે તેમનું નિરક્ષણ કર્યું હતું
ધોરાજીના જામકંડોરણા રોડ ખાતે ખેડૂત હરશુખભાઈ વાગડીયા. સચિનભાઈ વાગડીયા એ જણાવેલ કેભારત સરકાર ખેડૂત માટે નવી નવી ટેક્નોલોજી આપનાવી રહી છે જેથી ખેડૂત ની ખેતી સમૃદ્વ બંને તે માટે દવા છટકાવ માટે ડ્રોન બનાવવા માં આવ્યુ છે જેનું રીહર્સલ ધોરાજી  ના જામકંડોરણા રોડ ખાતે અમારી વાડી ખાતે યોજવામાં આવેલ જેમાં ધોરાજી ના ખેડૂતો એ ડ્રોન દ્વારા કઈ રીતે દવા છટકાવ થાય છે તેમનું નિરક્ષણ કર્યું હતું
 સમગ્ર ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી આધારિત છે ત્યારે ખેડૂત ને કિસાન નું બિરુદ આપવા માં આવ્યુ છે ત્યારે હાલ ખેડૂત ની પરિસ્થિતિ ખુબજ ખરાબ હોઈ વાવાજોડું. કમોસમી વરસાદ ખાતર બિયારણ ડીઝલ રાસાયણિક દવા ના ભાવ આસમાને હોઈ તે ને લઈ ખેડૂત ને મોટા પ્રમાણ માં નુકસાન જઈ રહ્યું હોઈ ત્યારે સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજના બહાર પાડવામાં આવી છે ત્યારે અનેક કંપની ઓં દ્વારા ખેડૂત માટે આધુનિક મશીનરી બનાવી રહી છે ત્યારે ખેડૂત માટે દવા છટકાવ માટેનું આધુનિક ડ્રોન બનાવવા માં આવ્યુ છે

આ ડ્રોનની વિશેસતા એ છે કે આ ડ્રોન દ્વારા એક એકરમાં માત્ર દસ મિનટમાં દવા છટકાવ કરિ શકાય છે અને એક દિવસ માં કોઈ પણ મજુર વગર વીસ થી પચ્ચીસ એકર માં દવા છટકાવ કરી શકાય છે અને દવાના ખર્ચમાં પણ ત્રીસથી ચાલીસ ટકા બચાવ થાય છે અને આ ડ્રોન દ્વારા વરસાદ માં આપણે ખેતરમાં જઈસકતા નથી ત્યારે આ ડ્રોન દ્વારા દવા નો છટકાવ કરી શકાય છે અને કોઈપણ ગીચતા વાળા કે ઉંચાઈ વાળા પાક માટે આ આધુનિક ડ્રોન દ્વારા દવા છટકાવ કરી શકાય છે
એગ્રીઓન ડ્રોન ની કિંમત 14 લાખ ની કિંમત છે અને જૉ આટલી કિંમત માં ખેડૂત ડ્રોન ની ખરીદી શકે તેમ નો હોઈ આ ડ્રોન મહત્વ નું સાબિત થાય તેમ છે કારણે કે આ ડ્રોન થી દવા છટકાવ કરવાથી મજુરી નો ખર્ચ અને પચાસ ટકા દવા નો ખર્ચ બચી જાય છે અને ખેતર ના ખૂણે ખૂણે સુધી ઝડપ થી દવા નો છટકાવ થાય છે ત્યારે ધોરાજી  ના  જામકંડોરણા ના રોડ ખાતે અમારા ખેડૂતો એ આજે લાઈવ ડેમો જોઈ આ ડ્રોન દ્વારા દવા છટકાવ માટે સરકાર દ્વારા 800 રૂપિયા લે છે ખેડૂતોને 500  રૂપિયા ની સબસીડી આપવા મા આવે છે અને માત્ર ખેડૂત ને એક એકર માત્ર 300 રૂપિયા મા છટકાવ થાય છે ખેડૂત ને પોતાનો પાક પણ સારો મળે છે અને છેવાડા સુધી ડ્રોન દ્વારા દવા પણ છટકાવ થાય છે અને સમય પણ બચત થાય છે જેથી અમો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ભારત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય કરી શકે તે બદલ અમો આભાર માનીએ છીએ

(3:40 pm IST)