Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

પોરબંદરને બે દાયકા બાદ મળશે સિટીબસની સુવિધા:પાલિકાના નિર્ણયથી આનંદની લાગણી

હવે સીટી બસ સેવા શરૂ થતાં લોકોને આર્થિક ફાયદો થશે. લોકોને ઓટોમાં ભાડા પેટે વધુ રૂપિયા નહીં ખર્ચવા પડે. પાલિકાના આ નિર્ણયથી લોકોમાં પણ ખુશી

પોરબંદરવાસીઓ માટે ખુશ ખબર આવી ગયા છે અને ટૂંક સમયમાં જ લોકોને સિટી બસ  સેવાનો લાભ મળ્યો છે. પોરબંદરમાં આશરે 20 વર્ષ બાદ બંધ પડેલી સીટી બસ સેવા ફરીથી કાર્યરત થશે. નગર પાલિકાને બે વખતના પ્રયત્ન બાદ ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી છે. સિટી બસનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે હવે ત્રીજા પ્રયત્નમાં સારી સુવિધા સાથે 9 સીટી બસ અને બે ટુરિઝમ બસ કાર્યરત થશે. 20 વર્ષ કરતાં વધુ સમયથી સીટી બસ સેવા બંધ હતી તેના કારણે  લોકોને ફરજિયાત ઓટો રીક્ષા અને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે સીટી બસ સેવા શરૂ થતાં લોકોને આર્થિક ફાયદો થશે. લોકોને ઓટોમાં ભાડા પેટે વધુ રૂપિયા નહીં ખર્ચવા પડે. પાલિકાના આ નિર્ણયથી લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ તાલુકા પ્રમુખે કહ્યું કે સીટી બસ સેવાનો શરૂ કરવાનો નિર્ણય સારો છે, પરંતુ ભૂતકાળની જેમ માત્ર મહિનામાં સીટી બસ બંધ ન થાય તે જરૂરી છે.

પોરબંદરમાં કીર્તિ મંદિર, સુદામા મંદિર, એરપોર્ટ, સાંદિપની આશ્રમ જેવા ફરવા અને જોવા લાયક સ્થળો છે જેને જોવા રોજના હજારો યાત્રિકો આવે છે તેમના માટે આ પ્રકારની સુવિધા ખૂબ આશીર્વાદરૂપ બની રહેશે.

(2:49 pm IST)