Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

નવયુગ શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થીઓ ‘ગોપાલ નમકીન’ ફેક્ટરીની મુલાકાતે.

શાળાના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઓદ્યોગિક વિઝીટનું આયોજન

મોરબીની નવયુગ કોમર્સ સ્કૂલ વિરપરના પ્રમુખ પી.ડી કાંજિયાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં શાળાના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઓદ્યોગિક વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ રાજકોટમાં આવેલ ગોપાલ નમકીનની મુલાકાત લીધી હતી
કોમર્સમાં અભ્યાસક્રમમાં માત્ર થીયરીકલ જ્ઞાનને બદલે પ્રેક્ટીકલ જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તેવા હેતુથી ઓદ્યોગિક વિઝીટનું આયોજન કરાયું હતું આજના સ્પર્ધાના યુગમાં સારા મેનેજમેન્ટ અને કાર્ય પદ્ધતિ માટે આવી મુલાકાતો ઉપયોગી બને છે. જેથી નવયુગ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમ યોજે છે જેના ભાગરૂપે ગોપાલ નમકીન રાજકોટની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કંપનીની વિવિધ પ્રોડક્ટ્સ વિશે માહિતગાર કર્યા હતા. મુલાકાત દરમિયાન હાલની આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને તેનું પેકિંગ કેવી રીતે કરવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓએ મેળવી હતી.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ગોપાલ નમકીનની પ્રોડક્ટના રો મટીરીયલથી તેમનું પેકેટ તૈયાર થવા સુધીની દરેક પ્રક્રિયા કંપનીના એચઆર અધિકારી પ્રતીક પટેલ તેમજ હિરલબેન દવે દ્વારા સમજાવવામાં આવી હતી.

(3:47 pm IST)