Gujarati News

Gujarati News

News of Sunday, 24th September 2023

કેશોદ પોલીસ દ્વારા લોકભાગીદારીથી શહેરી વિસ્તારને સલામત સુરક્ષિત કરવા શરૂ કર્યું અભિયાન.

મારૂ ગામ સુરક્ષીત ગામ” અંતર્ગત કેશોદ પોલીસ દ્વારા શહેરના નગરશ્રેષ્ઠીઓ બેઠક યોજી CCTV લગાવવા અંગે સમજ આપી શરૂ કર્યું અભિયાન.

કેશોદ:નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા જુનાગઢ રેન્જ, જુનાગઢ  સુચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ધ્વરા સુરક્ષિત જુનાગઢ એક સલામત અભિયાન ચાલુ કરવામાં આવેલ જે અંતર્ગત તેઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ નગરનાં પદાધિકારીઓ, વેપારી સંગઠનો અને નગરશ્રેષ્ઠીઓની ઉપસ્થિતમા મીટીંગ મળી હતી 

 .કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી. ઠકકર પોલીસ ઈન્સપેકટર બી. બી. કોળી પોલીસ સબ ઈન્સપેકટર ડી. એચ. વાળા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સમગ્ર શહેરી વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવા અંગેની લોક જાગૃતી લાવવા લોકભાગીદારીથી સહકાર આપવા અપીલ કરી હતી. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોડલીયા દ્વારા વહીવટી તપાસ કરી શહેરી વિસ્તારમાં CCTV કેમેરા લગાવવા સહકારની ખાત્રી આપી “મારૂ ગામ સુરક્ષીત ગામ” ના અભિયાન અંતર્ગત કેમેરા લગાવવા તૈયારી દર્શાવી હતી.કેશોદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.સી.ઠક્કર  તથા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી એચ વાળા  કાર્યક્રમમા હાજર રહી CCTV કેમેરા અંગેના ફાયદા તેમજ CCTV કેમેરા દ્વારા ગુન્હા બનતા અટકાવા અને ખરા વ્યક્તિને ન્યાય મળી રહે જે અંગેનુ માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ કેશોદના ચારચોક રેલ્વે અંડર બ્રીજના ચાલતાં કામને કારણે અમુક રસ્તાઓ વનવે કરી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર બી બી કોળી દ્વારા રજાઓમાં મકાન બંધ રાખી બહાર જવાનું થાય તો કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા ઉપરાંત મકાન ભાડે આપવામાં આવે તો ભાડા કરાર કરી એક નકલ કેશોદ પોલીસ સ્ટેશનમાં આપવા અપીલ કરી હતી. કેશોદ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવે તો જાણ કરવામાં આવશે તો નામ જાહેર કર્યા વગર કાયદેસરની કાર્યવાહી કરી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવામાં સહકાર આપવા અપીલ કરી હતી. સાયબર ફ્રોડ ના ભોગ બનનાર તુરંત કેશોદ પોલીસ સ્ટેશન કે જુનાગઢ સાયબર સેલ મા જાણ કરી બેક ખાતામાં થી રકમ ઉપડતી અટકાવી શકાશે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર દ્વારા યુવાનો નશીલાં સેવનથી દુર રહે એ માટે બાળકો ની હિલચાલ વર્તન પર ધ્યાન રાખવું જોઈએ અને શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં આવે તો પોલીસ ને જાણ કરવા જણાવ્યું હતું.

   
(12:03 am IST)