Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

૧૦૦ કરોડનું રસીકરણ એ ભારતની વૈશ્વિક સિધ્ધિ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીધામની લીલાશા હોસ્પિટલમાં બાવન લાખના ખર્ચે ઓકિસજન પ્લાન્ટનું રાજ્યપાલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીધામની લીલાશાઙ્ગ હોસ્પિટલ ખાતેઙ્ગ કિરણ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા નવનિર્મિત ઓકિસજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, દાન-ધર્મથી થયેલું સત્કાર્ય જ જીવનમાં સુખનો આધાર બને છેઙ્ગ રાજયપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિ વર્ણવવામાં આવી છે. ત્રણ ગતિ દાન -ભોગ અને નાશ પૈકી દાનના રસ્તે ધનની ગતિને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. રાજયપાલશ્રીએ સંચિત કર્મથી માનવી આજન્મ જ નહીં આવનારા જન્મને પણ શ્રેષ્ઠ બનાવી શકે છે તે જણાવી દાન અને સેવાના ધર્મને શ્રેષ્ઠ ગણાવ્યો હતો.ઙ્ગ

કોરોના સંક્રમણના સામના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને જનશકિતના પ્રચંડ સામર્થ્યથી ભારતે જે કાર્ય કર્યું છે તેની વિશ્વ આખાએ નોંધ લીધી છે તેમ જણાવી રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ગણતરીના મહિનાઓમાં ભારતના વૈજ્ઞાનિકોએ બે-બેઙ્ગ રસીની વિશ્વને ભેટ ધરી એટલું જ નહીં ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ સંપન્ન કરીને ભારતે વૈશ્વિક કીર્તિમાન હાંસલ કર્યું છે. સંક્રમણ સામેની પરિણામલક્ષી કામગીરીના કારણે આખું વિશ્વ આજે ભારતને માન ભરી નજરે જોઇ રહ્યું છે. રાજયપાલશ્રીએ સરકારની સાથે દેશના વૈજ્ઞાનિકો, ડોકટર્સઙ્ગ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની કામગીરીને ચાવીરૂપ ગણાવી હતી. તેમણે કોરોના સંક્રમણ સમયે વિવિધ સમુદાયો, ધર્મ સંસ્થાઓ અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલઙ્ગ

સેવાયજ્ઞને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ગણાવ્યા હતા. રાજયપાલશ્રીએ કોરોના સંક્રમણ સામેના જંગમાં આત્મનિર્ભર ભારતના દર્શનને સ્પષ્ટ કરી જણાવ્યું હતું કે, આજે માસ્કથી માંડીનેઙ્ગ વેકિસન સુધીનું નિર્માણ દેશમાં થઈ રહ્યું છે અને વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવાની ક્ષમતા દેશે હાંસલ કરી છે જે દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.ઙ્ગ

રાજયપાલશ્રીએ જનસેવાને જ સાચા અર્થમાં પ્રભુસેવા ગણાવી કિરણ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારાં થઈ રહેલા સેવા કાર્યથી અન્ય લોકોને પ્રેરણા મળશે અને સેવાના દિપક પ્રજલિત રહેશે તેવી કામના કરી પ્રસન્નતા વ્યકત કરી હતી. વિધાનસભાના અધ્યક્ષા ડાઙ્ખ નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે,ઙ્ગ કોવિડ-૧૯ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કોરોના વોરિયર્સની કામગીરીને પગલે આપણે કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છીએ. તેમ જ કોરોના દરમ્યાન અનેક વિવિધ સંસ્થાઓ અને દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.ઙ્ગ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જણાવ્યું હતું કે, આજે આ વિસ્તારમાં પાંચમો મેડિકલ ઓકિસજન પ્લાન્ટ કાર્યરત થયો છે. ગાંધીધામ દીનદયાળ પોર્ટના બે, કાસેઝના એક અને પી.એમ. કેરઙ્ગ ફંડમાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈઙ્ગ મોદી દ્વારા તેમજ આજેઙ્ગ વધુ એક દાતાના સહયોગથી પ્રાપ્ત થયેલા ઓકિસજન પ્લાન્ટનું માનનીય રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ થયું છે.ઙ્ગ

કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે ઉપસ્થિત ગીતા મનીષી મહામંડલેશ્વર આનંદજી મહારાજે વૈશ્વિક મહામારીમા પ્રકૃતિની સાથે હળવાશ, સંયમપૂર્વક, શિસ્તથી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.

સ્વાગત પ્રવચનમાં કિરણઙ્ગ ફાઉન્ડેશનના મેનેજીંગ ડાયરેકટર શ્રી મહેશ ગુપ્તાએ , મહામારીમાં સરકારે અને વહીવટી તંત્રે કરેલી કામગીરીને બિરદાવી તેમાં સંકળાયેલા તમામનીઙ્ગઙ્ગ

પ્રશંસા કરી હતી તેમજ સંકટના સમયે સામાજિક સંસ્થાઓ અને સંગઠનનો એ પણ ઉત્તમ યોગદાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએઙ્ગ જેમાં તેમનો આ માત્ર નાનો નાનકડો પ્રયાસ છે એમ જણાવ્યું હતું.

ફાઉન્ડેશનના અગ્રણીશ્રી દિનેશ ગુપ્તાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમા ગાંધીધામના નગરપતિ ઈશિતાતાબેન ટીલવાણી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ ઉપરાંત સંકુલના ગણમાન્ય મહાનુભાવો કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ ઉપસ્થિત રહ્યા હતા.

(10:35 am IST)