Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વાંકાનેરનાંતીથવામાં શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરે નવ દિવસીય 'અખંડ ધુન'નો પ્રારંભ

મોહનભાઇ કુંડારીયા, કેશરીદેવસિંહ ઝાલા, અશ્વિનભાઇ રાવલની ઉપસ્થિતી

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા.૨૫: વાંકાનેરથી દસ કિલોમીટર દૂર વાંકાનેર તાલુકાના તીથવા મા આવેલ પાંચ હજાર વર્ષો પુરાણું એંતાસિક મંદિર 'શ્રી ભંગેશ્વર મહાદેવદાદાનુ પ્રસિદ્ઘ શિવાલય મંદિર આવેલું છે' જયાં થોડા સમય પહેલા શ્રી ઉમિયા માતાજીનુ પણ ભવ્ય મંદિર શ્રી હંસરાજબાપાએ એ જગ્યામાં બનાવેલ છે તેમજ શ્રી ભીમેશ્વર મહાદેવ નુ મંદિર પણ તેમને બનાવેલ છે આ જગ્યામા એમનો મોટો સહયોગ કાયમ રહે છે આ જગ્યામાં ભીમે શ્રી ભંગેશ્વર મહાદેવદાદા ની સ્થાપના કરેલ જેથી શ્રી ભીમેશ્વર મહાદેવ કહેવાય છે અને શ્રી ભંગેશ્વર મહાદેવદાદા આ જગ્યામા આશરે પાંચ હજાર વર્ષ પહેલા સ્વયંભુ પ્રગટ થયેલા છે અતિ પ્રાચીન જૂનું આ મંદિર છે જયાં શ્રી કૃષ્ણ ભગવાન પણ દ્વારકા જતા હતા ત્યારે ત્રણ દિવસ રોકાયા હતા અને આ જગ્યામાં પાંડવો એ ખુબ જં તપસ્યા કરેલ છે તેમજ પૂજય સંત શ્રી દયાલદાસબાપુ ત્યાગીએ પણ ખુબ જં તપસ્યા કરેલ હતી જયાં શ્રી ભંગેશ્વર મહાદેવદાદા ના પાવન સાનિધ્યમાં એવમ વિશ્વ કલ્યાણઅર્થે હરિ પર્સનતાર્થે તા.૨૧/૧૦/૨૧ થી તા.૩૦/૧૦/ ૨૧ સુધી ચોવીસ કલાક 'અંખડ ધૂન'રાખેલ છે જે અંખડ ધૂન નો શુભ પ્રારંભ તા.૨૧/૧૦/૨૧ના રોજ મંગલમય દીપપ્રાગટીય વિધિ શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર ના શ્રી અશ્વિનભાઇ રાવલ, તેમજ સાંસદ શ્રી મોહનભાઇ કુંડરિયા, તેમજ વાંકાનેરના સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી હરિદાસબાપુ તથા મંદિરના પ્રમુખ અને અનન્ય સેવક એવા શ્રી હંસરાજબાપા પટેલ તેમજ અન્ય આગેવાનો દ્વારા દીપ પ્રાગટીય વિધિ કરવામાં આવેલ હતી આ પ્રંસગે ખાસ પધારેલા સાંસદ શ્રી મોહનભાઇ કુંડરિયા નુ પુષ્પહારથી સન્માન મહંત શ્રી હરિદાસબાપુએ કરેલ તેમજ વાંકાનેર સ્ટેટ યુવરાજ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાનુ સન્માન શ્રી ગાયત્રી મંદિર ના શ્રી અશ્વિનભાઇ રાવલે કરેલ હતું તેમજ જેમનો આ જગ્યામાં સતત સિંહ ફાળો હોય છે એવા દાતા અને મંદિ ના પ્રમુખ શ્રી હંસરાજબાપાનુ સન્માન શ્રી અશ્વિનભાઇ રાવલે કરેલ હતું જે અંખડ ધૂન તા, ૨૧ મીના ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શુભ પ્રારંભ થયેલ જે અંખડ ધૂન મા 'પડધરીના નાથાબાપા ધૂન મંડળ' રંગત જમાવી રહયા છે તેમજ આજુબાજુના ગામોમાંથી મોરબીના ધૂન મંડળો લાભ આપી રહયા છે દરરોજ વીશાળ સંખ્યામા ભાવિક, ભકતજનો ધૂનનો લાભ લઈ રહયા છે અને આ દિવ્ય પાવન ભૂમિ શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરમાં ભકિતમય માહોલ સર્જાયેલ છે.

(10:38 am IST)