Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સ માટેના કોર્ષની નવમી બેન્ચનો શુભારંભ

જૂનાગઢ,તા.૨૨: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીની  પ્રેેરણાથી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય સર્ટીફિકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સની નવમી બેન્ચનો શુભારંભ કુલપતિશ્રી ડો.એન.કે.ગોંટીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ૫૯ તાલીમાર્થીઓને પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ કે, આ તાલીમ દરમિયાન મળેલ જ્ઞાનનો ઉપયોગ વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચે જેથી ખેડૂતો રાસાયણીક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરતા થાય અને ખેતી ખર્ચ ઘટાડે, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન કરતા થાય જેથી રાસાયણીક ખાતરનો વધુમાં વધુ બચાવ થાય તેમ ઉમેર્યું હતું. આ તકે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એચ.એમ.ગાજીપરાએ જણાવેલ કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હંમેશા સૌરાષ્ટ્રના ખેડૂતોના કૃષિ વિષયક જ્ઞાનમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ તાલીમ કાર્યક્રમમાં આપ સર્વે તાલીમાર્થીઓને તજજ્ઞો તરફથી આપવામાં આવતા કૃષિ વિષયક જ્ઞાનથી આપના જ્ઞાનમાં ચોકકસ વધારો થશે. તેવી મને આશા છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપ સર્વે ડીલરો ખેડૂતોના માર્ગદર્શક ચોકકસ બનો તેવી શુભેચ્છા પાઠવેલ હતી.

આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા ડો.એચ.સી. છોડવડીયા, ડો.જી.આર. ગોહિલ તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.એચ.સી.છોડવડીયાએ કર્યુ હતુ.

(11:03 am IST)