Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સુરેન્દ્રનગરના નગરા ગામે હાડકાની ભુકીના કારખાનાને મંજૂરી અપાતા ગ્રામજનો દ્વારા ધર્મપરિવર્તન : હિજરતની ચિમકી

મંજૂરી રદ કરવા ૬ ગામના લોકોની માંગણી : ધાર્મિક લાગણી દુભાતા રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૫: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં કારખાનાઓને તમામ પ્રકારની પરમિશન આપી દેવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે તેવા સંજોગોમાં વઢવાણ તાલુકાના નગરા ગામ માં પશુઓના હાડકા માંથી ભુક્કી કરવા માટે પરમિશન તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે જેને લઇને રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારેઙ્ગ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે છેલ્લા ૩૦ વર્ષથી નગરા ગામની સીમમાં વાછડાદાદાનું ભવ્ય મંદીર આવેલું છે આ મંદીરના વાસુંગીદાદાના સાનિધ્યમાં દર રવિવારે ૧૫૦૦ થી ૩૦૦૦ જેટલા વાછડાદાદાના ભાવિ ભકતોનું માનવ મહેરામણ ઉમટી પડે છે અને પ્રાણગઢ, નગરા, ગુજરવદી ખોડુ, દાણાવાડા, દેવચરાડી સહિત આજુબાજુના ૧૦ ગામના ગ્રામજનો હરખે ઉલ્લાસભેર નગરા ગામની સીમમાં ધાર્મિક વાછડાદાદાના સાનિધ્યમાં દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે ત્યારે આ વાસુગી દાદાના મંદીરથી ૧૦૦ મીટર દુર બોન્ડ હાડકા દરવાનું કારખાનું ૫ વર્ષ પહેલાં ઉભું કરવામાં આવ્યું હતું જેનો ગામલોકોએ સ્ટે લાવી મંજુરી રદ કરાવી હતી.

અને બંધ રખાયું હતું તે ફરી પાછુ પિતાની બદલે દીકરાના નામે ડોકયુમેન્ટ ઉભા કરી નગરા ગામની સીમમાં બોન્ડ હાડકા દરવાનું કારખાનું શરૂ કરવા કારખાનાની મંજુરી અને વિજ કનેકશન માટે વિજપોલની મંજુરી મેળવી વીજ કનેકશન લેવાની તૈયારી કારખાનાના માલિકે બતાવતા ગ્રામજનોમાં રોષ ફેલાય જવા પામ્યો હતો અને વાછડાઆદાના મંદીરે ખોડુ ગામના સરપંચ રણછોડભાઈ બાવોલીયા, તેમજ ગામના આગેવાનો જેમાં મનસુખભાઈ, મહાદેવભાઈ,ઈશ્વરભાઈ પરાલીમા,ભુપતભાઈ પરાલીયા, દ્યનશયામભાઈ વસવેલીયા જયંતીભાઈ ભુવા પુજારી સહિતના બહોળી સંખ્યામાં આગેવાનો અને નગરા ગામથી ફરતા ૧૦ ગામડાના આગેવાનો સાધુ સંતો અને ૧૫૦૦ થી વધારે ગ્રામજનો એકઠા થઈ હાડકા કારખાના બાબતે વિરોધ કર્યો છે.

તંત્ર દ્વારા હાડકા દરવાન કારખાનાની મંજુરી રદ કરવામાં આવે અને વાછડાદાદાના સાનિધ્યની નજીક બોન્ડ દરવાનું કારખાનું અટકાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી અને આ મુદે કોર્ટના દરવાજા ખખડવા પડશે તો ખખડાવાની તૈયારી બતાવી તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો ગ્રામજનો ગામ છોડીને હિજરત કરશે તેવી ગામના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

(11:16 am IST)