Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝન ક્રિકેટ એસો. દ્વારા ટુર્નામેન્ટ

 વઢવાણ : સુરેન્દ્રનગર સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્રણ દિવસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ત્રણ સિનિયર દિવંગત ક્રિકેટરોના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને મહારાષ્ટ્રની નવ ટીમો એ ટુર્નામેન્ટમાં લીધો ભાગ. ટુર્નામેન્ટના ઉધ્દ્યાટનમાં વઢવાણ સ્વા. મંદિરના મહંત માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ રહ્યા ઉપસ્થિત. ધોળી ધજા ડેમ પાસે આવેલ ત્રિમંદિર નજીક સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ ટુર્નામેન્ટ યોજાશે. શહેરના સિનિયર સિટીઝન ક્રિકેટરો દ્વારા આયોજિત આ અનોખા પ્રકારનીઙ્ગ ટુર્નામેન્ટ એ આકર્ષણ જમાવ્યું. લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદઘાટનની તસ્વીર.

(11:17 am IST)