Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ૧૭૩મા પાટોત્સવની ઉજવણી

પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, સંતો, હરિભકતોની ઉપસ્થિતિમાં ષોડશોપચાર પૂજન, અન્નકોટ દર્શન, મહાઆરતી સહિતના કાર્યક્રમો

વાંકાનેર તા. ૨૫ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્થાનુ પ્રતિક 'શ્રદ્ઘા કા દૂસરા નામ સાળંગપુરધામ' કે જયાં ધજા ફરકે છે સત ધર્મની 'એવા રૂડા સાળંગપુરધામમા પરમ પૂજય સદગુરૂ સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીએ આ પાવન તપોભુમીમા સહુના કષ્ટ હરવા' શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજદાદા ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરેલ હતી. જયાં આજે દેશ-વિદેશથી લાખો લોકો દાદાના દર્શનાથે આવે છે અને દાદાના દરબારમા આવીને દાદાના દર્શન કરીને તન , મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે તેમજ અહીંયા ભોજનાલયમાં મહાપ્રસાદ લ્યે છે શનિવાર અને રવિવારના તો સવારે મંગળા આરતીમા મંદિર પરિસર તો ઠીક પરંતુ આખા ગ્રાઉન્ડ પરિસરમા ભાવિકો આરતીમા હોય છે હજારો ભાવિકો શનિવાર, રવિવાર અને પૂનમના દાદાના દર્શનાથે દૂર દૂરથી ભાવિકો આવે છે જયાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના (૧૭૩મા પાટોત્સવ) નિમિતે આ વર્ષે દાદાના દરબારમા તારીખ : ૨૧ /૧૦ / ૨૧ થી તારીખ : ૨૭ / ૧૦/૨૧ સુધી 'શ્રી રામ ચરિત માનસ કથા 'નુ આયોજન કરવામાં આવેલ જેમાં વ્યાસપીઠ ઉપર વકતા પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાળાવાળા) પોતાની મધુરવાણી સાથે રામાયણના વિસ્તાર સાથે તેમજ સુંદર મજાના કીર્તન સાથે અનેરા સંગીતની શૈલી સાથે આજે ચાર દિવસ થી કથાનુ રસપાન કરાવી રહયા છે.

ગઇકાલે કથાનો પાંચમો દિવસ હતો. રવિવારની રામકથામા વકતા પૂજય પ્રિય દર્શનસ્વામી એ કહેલ કે રામ ભગવાન અંનત જીવોનું કલ્યાણ કરે છે તેમજ ભગવાન શ્રી રામ ચંદ્રજીના સીતાજીના વિવાહનો પ્રસંગ રામકથામાં આવેલ હતો તેમજ શનિવારની રામ કથામાં પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીએ કહેલ કે 'સાધુ હાથ પકડી લ્યે એટલે ગમે તેવા દુઃખ મટી જાય સંત ના સતસંગ થી ભકિત પ્રાપ્તિ થાય છે , 'સદગુરૂ ના ચરણોમાં શીશ ઝુકાવી રે કર જોડી પાય લાગુ રે' 'ભકિત રે કરવી એને રાખ થઈ રહેવું ને, મેલવુ અંતરનુ અભિમાન રે સરસ મજાના ગંગાસતી ના ભજનો ગાયેલ' શ્રી હનુમાનજી દાસ કે દાસ હૈ, રામ નામ કા દાસ હોતે હેં હો કભી ઉદાસ નહીં હોતે હેં સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બનેગી શ્ન સાધુ પરોપકારી હોતા હૈ , સાધુ ઉદાર હોતા હૈ, સાધુ દૂસરે કે લિયે જીતા હૈ, જગતની અંદર કેમ જીવવું ઈ સાધુ શીખડાવે છે અને બીડી તમાકુના વ્યસન છોડાવે છે સાળંગપુરધામ જો વિશ્વમા ઓળખાતું હોય તો અહીંયા સદગુરૂ સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રી દાદાની સ્થાપના કરેલ એટલે પ્રખ્યાત છે બાપ, સાળંગપુરધામ કોઈ પ્રતાપ હોય તો ઈ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી નો પ્રતાપ છે , અહીંયા શ્રી ગોપાળાનંદ સ્વામીની લાકડી છે ને ઈ સદગુરૂ નો આશીર્વાદ મળ્યો છે,, શ્રી તુલસીદાસજી કહે છે 'રામ 'કરતા એનો ભગત મોટો એ અદભુત રામાયણ ની કથા છે 'ભગવાન શિવ રામના ઉપાસક છે અને ઈ જં શિવ બીજા જન્મ મા શ્રી હનુમાનજી થઈને આવ્યા છે ભકિતમા એક અનોખી તાકાત છે ભકિત કરવાથી ઈશ્વરના દર્શન થાય છે. નંદબાવા જયારે જયારે આવ્યા ત્યારે ભોળાનાથ ભિક્ષા લેવા આવ્યા હતા સંતન કે સંગ લાલ રે તેરી અચ્છી બનેગી તેમજ સ્વામિનારાયણ ભગવાનની કીર્તન ગાયેલ.

આ પ્રંસગે પૂજય સ્વામી શ્રી જગત સ્વામીએ કહેલ કે ખરેખર દાદા ના દર્શન સુધી પહોંચી જાય તો એમને ભગવાનને ભજવાનું મન થાય પરંતુ સાચા ભાવથી દર્શન કરીયે મોબાઈલમા સેલ્ફી ફોટા જરૂરી નથી કેવલ ભાવથી દર્શન કરીને દાદાના આશીર્વાદ મેળવો કથામા રોજ સંચાલન શ્રી જગત સ્વામી કરી રહયા છે. દાદામા પાટોત્સવની પૂર્વ સંધ્યાએ તા. ૨૪મીના રવિવારના રાત્રે ગુજરાત સૌરાષ્ટ્રના પ્રસિદ્ઘ કલાકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ હતો.

જેમાં લોકસાહિત્ય ની રામ કથા ના પ્રસંગો તેમજ દાદાનો મહિમા સાથે રંગત જમાવી હતી. આજરોજ તા. ૨૫ના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૩ મો પાટોત્સવ ) હોય અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાય રહેલ છે આજના આ પાટોત્સવના ધર્મ ધુરંધર ૧૦૦૮ પરમ પૂજય આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં આજે પાટોત્સવનો સવારથી પ્રારંભ થયેલ હતો. આજે દાદા ના પાટોત્સવ નિમિતે સવારે ૫ ૅં૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવેલ હતી તેમજ સવારે સાત કલાકે 'ભવ્ય દિવ્ય શણગાર આરતી 'પૂજય શા સ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ આ પ્રંસગે કોઠારી સ્વામી પૂજય શ્રી વિવેકસાગરદાસજી સ્વામી , પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી તથા વડતાલ , ગઢડા ,જૂનાગઢ તેમજ અનેક શહેરોમાંથી પૂજય સંતો પધાર્યા હતા અને આરતી ના દર્શન નો લાભ લીધો હતો આજે દાદા નો પાટોત્સવ હોય અદભુત ફૂલોનાં શણગાર કરવામાં આવેલ છે સવારે આરતી મા હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ હતો નિજ મંદિર મા 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય 'સાળંગપુર મા કોણ છે કષ્ટભંજનદેવ હનુમાનજી છે , ભકતનો ના વ્હાલા કષ્ટભંજનદેવ છે 'જેવા નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠેલ હતું આજે દાદા નો પાટોત્સવ હોય દાદા ના ભકતજનોમા અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળેલ હતો આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને પરમ પૂજય આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ એવમ સંતો દ્વારા ભવ્યતાથી ભવ્ય પુષ્પાભિષેક ષોડશોપચાર પૂજન 'અસંખ્ય ફૂલોથી મંત્રોચાર સાથે કરવામાં આવેલ હતું અવારે ૧૧ ૅં ૦૦ કલાકે 'અન્નકોટ દર્શન 'તેમજ દાદા ના દરબાર મા તા,૨૧ મીથી 'શ્રી મારૂતિ યજ્ઞ શ્ન ચાલી રહયો હતો જે યજ્ઞ ની પુર્ણાહુતી આજે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ એવમ સંતો દ્વારાયજ્ઞ નુ બીડું હોમયેલ હતું આ પ્રંસગે પરમ પૂજય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી એ આ પ્રંસગે આશીર્વાદ પાઠવેલ હતા તેમજ આ પ્રંસગે દૂર દૂરથી સંતો પધારેલા હતા સંતો એ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપેલ આજે દાદા ના દરબાર મા 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના જય જયકાર ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું 'હજારો ભાવિકો એ દાદા ના પાટોત્સવ ના દર્શન નો તેમજ મહા પ્રસાદ લીધેલ હતો આ સમગ્ર કાર્યકમ પરમ પૂજય શા સ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી ( અથાળાવાળા ) તેમજ પરમ પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ જેમની સતત દેખરેખ હોય છે એવા પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય દિવ્ય મહોત્સવ દાદા ના આશીર્વાદ થી અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ છે જે યાદી દાદા ના ભકતજન હિતેશ રાચ્છ ની યાદીમાં જણાવાયું છે ( તસ્વીર, અહેવાલ ૅં હિતેશ રાચ્છ, વાંકાનેર )

(11:20 am IST)