Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનાં દર્શને ભુપેન્દ્રભાઇ પટેલ

 વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનુ  પ્રતિક 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળગપુરધામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજકીય મહેમાનો, અધિકારીશ્રીઓ સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શનાથે પ્રથમવાર પધાર્યા તથા ગુજરાતના વિકાસ કામોને આગળ વધારવાના આશીર્વાદ મેળવ્યા હતા અત્રેના પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી તેમજ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેનશ્રી દેવ-કાશદાસજી, સુકદેવ પ્રસાદદાસજી સ્વામી તથા 'સંત મંડળ' દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા દાદા ના તેમજ સંતો ના રૂડા આશીર્વાદ મેળવી મુખ્યમંત્રી ભાવવિભોર થયા હતા સંતોએ પણ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અને ગુજરાતના અવિરત વિકાસ માટે આશીર્વાદ સહ ફુલહાર દાદાની મૂર્તિમંત પ્રતિ અર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સહુ સંતોએ અર્પણ કરેલ તેમજ વ્યસપીઠ ઉપર વકતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરી-કાશદાસજી સ્વામીજી એ કહેલ આજે દાદા ના દરબારના આપણા સહજ સ્વભાવના એવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે દાદા ના દર્શન કરીને આશીર્વાદ મેળવેલ,, ભાજપ સિવાય વિકાસ નથી થવાનો ,, અમારે સંતો ને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પરંતુ રામ રાજ્ય થી ભાજપ ની ઓરખાણ છે આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી મારૂતિ યજ્ઞમાં દર્શનનો લાભ લઈ આરતી નો લાભ લીધેલ હતો તેમજ તેમના દ્વારા દાદા ને ધજા ચડાવવામા આવેલ હતી, ત્યારબાદ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા જ્યાં દાદાના નિજ મંદિર મા પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીએ મુખ્યમંત્રી શ્રી 'દાદાના ધરાવેલ રક્ષા સૂત્ર' બાંધેલ ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી રામ કથામાં પધાર્યા હતા જ્યાં તેવોએ વ્યસપીઠ ઉપર પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીના આશીર્વાદ મેળવેલ હતા ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલશ્રી એ કહેલ કે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજદાદા ના દર્શન કર્યા અને દાદાના આશીર્વાદથી ગુજરાત ના વિકાસ કાર્યો થાય અને નાનામા નાની વ્યકિતથી માંડીને સહુને સરકાર મદદરૂપ થાય એવા દાદાના દરબારમાં આજે આશીર્વાદ લીધા છે.

(11:20 am IST)