Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

માંગરોળ કામનાથ રોડ ઉપર આવેલ ન્યુ શકિત ટ્રેડર્સ પશુ આહારની દુકાનમાં થયેલ ચોરીના ગોંડલના બે ઇસમો ઝડપાયા

બન્ને મેમણ શખ્સોને જુનાગઢમાં રાજકોટની રિક્ષા સાથે પોલીસે ઝડપી લીધા

જુનાગઢ તા. રપ :.. ગઇ તા. ર-૮-ર૦ર૧ ના રોજ જયદિપસિંહ સામતસિંહ ખેર રહે. સુલતાનપુર વાડી વિસ્તાર તા. માંગરોળ વાળાની માંગરોળ કામનાથ રોડ ઉપર શકિત કોમ્પલેક્ષમાં ન્યુ શકિત ટ્રેડર્સ નામની પશુ આહારની દુકાને સી. એન. જી. રીક્ષામાં બે ઇસમો  આવી થડામાં રાખેલ રોકડા રૂ. ૪૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે માંગરોળ પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦૩૮ર૧૦પ૭૧-ર૦ આઇ. પી. સી. કલમ ૩૮૦, ૧૧૪ મુજબનો રજી. થયેલ છે.

આ કામે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષરકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા માર્ગદર્શન આપેલ હોય. જેથી ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇ. ચા. પોલીસ ઇન્સ. એચ. આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ પો. સ. ઇ. ડી. જી. બડવા, એ. ડી. વાળા તથા પો. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુન્હો વહેલી તકે શોધી કાઢવા બનાવ સ્થળની આજુ-બાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફૂટેજ તથા નેત્રમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લાગેલ સીસીટીવી કેમેરા મારફતે પ્રયત્નશીલ રહેતા આ કામે પો. કોન્સ. સાહિલ સમાને હકિકત મળેલ કે, આ ચોરીમાં સી. એન. જી. રીક્ષા રજી. નં. જીજે-૦૩-બીયુ-૮ર૮૮ ની સંડોવાયેલ હોવાની હકિકત મળતા સદરહુ રીક્ષાના વાહન માલીક અંગે પોકેટકોપ એપ્લીકેશનથી તપાસ કરતા વાહન માલીક નાસીરભાઇ મુસ્તુફામીયા રહે. લાલપરી મફતીયાપરા શેરી નં. ર, લાલપરી તળાવ એરીયા રાજકોટ વાળાના નામે હોવાનું અને સદરહુ રીક્ષા હાલ રીઝવાન મુસ્તાકભાઇ માંડવીયા રહે. ગોંડલ વાળાના કબ્જામાંથી હોવાનું અને તે જ ચલાવતો હોવાનું જાણવા મળતા ખાનગી બાતમીદારો મારફતે રીક્ષા તથા રીક્ષા ચાલકની તપાસ કરતા સદરહુ રીક્ષા જુનાગઢમાં રેલ્વે નજીક હોવાની હકિકત મળતા પો. હે. કો. વાય. એસ. જાડેજા તથા પો. કો. દેવસીભાઇ રાણાભાઇ, કરશનભાઇ જીવાભાઇ, સાહિલ હુસેનભાઇ, ભરતભાઇ હમીરભાઇ, મયુર ભલુભાઇ નાઓ સાથે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં  તપાસ કરતા સરદાર પટેલ ગેઇટ નજીકથી સદરહુ તથા રીક્ષા ચાલક સહિત કુલ ર ઇસમો રીક્ષામાંથી મળી આવતા પુછપરછ કરતા પોકેટકોટ એપ્લીકેશનમાં તપાસ કરતા તેઓ વિરૂધ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીઓના ગુન્હાઓ મળી આવતા ભાંગી પડેલ જે બંને ઇસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ તથા ચોરી માટે ઉપયોગ કરેલ વાહન મળી આવતા અહેમદ મુનાભાઇ હારૂનભાઇ ચામડીયા મેમણ ઉ.વ.ર૬ ધંધો મજૂરી કામ રહે. મોટી બજાર, જીપારેખ શેરી, ગોંડલ, રીઝવાન મુસ્તાકભાઇ ગફારભાઇ માંડવીયા મેમણ ઉ.વ.ર૪ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રાયજાદા શેરી, મોટી બજાર, ગોંડલને ઝડપી લીધા હતાં.

જેઓ સામે (૧) ગોંડલ સીટી પો. સ્ટે. નં. સે. ૧૮૮-૧૭ ઇ. પી. કો. ક. ૧૭૭, ૧૮૪, ર૭૯, (ર) જામજોધપુર પો. સ્ટે. ગુ. ર. નં. ફ. ૪૯-૪૮ ઇ. પી. કો. ક. ૩૮૦, ૪પ૪, ૪પ૭, પ૧૧ (૩) ગોંડલ સીટી પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૧૩૦૧પર૦૧૦૬૧-ર૦ જુ. ધા. ક. ૪, પ અગાઉ ગુન્હા નોંધાયા છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી, પો. સ. ઇ. ડી. જી. બડવા, એ. ડી. વાળા, ડી. એમ. જલુ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના પો. સ. ઇ. પી. એચ. મશરૂ તથા એ. એસ. આઇ. વી. એન. બડવા, પો. હેડ કોન્સ. વી. કે. ચાવડા, વાય. એસ. જાડેજા, એસ. એ. બેલીમ તથા પો. કોન્સ. સાહિલભાઇ સમા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, દિવ્યેશભાઇ ડાભી, મયુરભાઇ કોડીયાતર વિગેરે સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:20 pm IST)