Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગોંડલના તબીબ ઉપર ભગવતપરાના પ શખ્સોનો હુમલો : કલીનીકમાં તોડફોડ કરી

પહેલા ફોન પર ધમકી આપી અને બાદમાં કલીનીક પર આવી હૂમલો કર્યો : તબીબોમાં રોષ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. રપ :  ગોંડલ શહેરના ગુંદાળા ચોકડીએ કિલનિક ધરાવતા તબીબ પર ભગવતપરામાં રહેતા પાંચ શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી બનાવના પગલે તબીબી આલમમાં રોષ ફેલાવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા ચોકડી સંજીવની કિલનિક નામે હોસ્પિટલ ધરાવતા ડોકટર સમીર દુધાત્રા ઉપર ભગવતપરામાં રહેતા અને દૂધની ડેરી તેમજ રેતી કપચીનું કામ કરતા પ્રવીણ, ઢોલરીયા, વિવેક ઢોલરીયા, નિખિલ તેમજ અજાણ્યા બે શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો મારમારી પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા સિટી પી.આઈ સંગાડા, રાઇટર પુનિતભાઈ અગ્રાવતે જ્ઞ્ષ્ટણૂ કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ ૨, ૫૦૭, ૧૧૪, ૪૫૨ તથા ગુજરાતમાં તબીબી સેવા આપતી વ્યકિતઓ અને તબીબી સેવા આપતી સંસ્થાઓ પર થતા હિંસક હુમલાઓ અને મિલ્કતને નુકશાન કે નાશ થતાં અટકાવવાનો કાયદો ૨૦૧૨ ની કલમ ૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ડો. સમીર દુધાત્રા એ ટેલિફોનિક જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના દસ વાગ્યે તેઓના કિલનિક પર ઉપરોકત શખ્સમાના વિવેક અને બે મહિલાઓ દોઢ વર્ષના બાળકને હોઠની ઇજા સાથે લાવ્યા હતા બાળકને હોઠ પર ટાંકા લેવાની જરૂરત હોય તેઓને સૂચિત કરાયા હતા, જે અંગે બાળક સાથે આવેલા વ્યકિતઓએ ઘર-પરિવારમાં વાતચીત કરી બાળકના ઇજાની જગ્યાએ ટાંકા લેવા કે નહીં તેવું જણાવીશું એમ કહ્યું હતું, બાદમાં તબીબ દ્વારા ૧૫ મિનિટ રાહ જોવા છતાં પણ દર્દી કે તેના પરિવારજનો જવાબ ન આવતા ડોકટર ને પોતાના ઘરે ઇમરજન્સી કામ હોય નીકળી ગયા હતા અને મોડેથી પ્રવીણભાઈ નો મોબાઈલ ફોન આવ્યો હતો જેમાં ઉશ્કેરાઇ જઇ ધાક ધમકીઓ આપી હતી અને બીજા દિવસે કલીનીક પર આવી હુમલો કર્યો હતો.

(12:22 pm IST)