Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

લોકોના કામોના ઉકેલ માટે સદાય તત્પર રહીશ : રાઘવજીભાઇ પટેલ

ધ્રોલમાં નવનિયુકત કૃષિ મંત્રીનું ભાજપ તથા આગેવાનો, કાર્યકરો દ્વારા અદકેરૂ સન્માન

ધ્રોલમાં રાઘવજીભાઇ પટેલના સન્માન સમારંભની તસ્વીરી ઝલક. (તસ્વીર - અહેવાલ : હસમુખરાય કંસારા - અમિત કંસારા - સંજય ડાંગર, ધ્રોલ)

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૨૪ : ધ્રોલ શહેરમાં રાજય કૃષિ મંત્રી રાઘવજી પટેલનું ભાજપ સહિતની સંસ્થાઓ, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો અને પાલિકાના સભ્યો, પદાધિકારીઓ દ્વારા અદકેરૂ સન્માન કરાયું હતું.

વિશાળ જનમેદનીને સંબોધતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે તેમના જીવનની રાજકીય કારકિર્દી હારથી જ શરૂ થઇ છે. હાર, જીત તેમના જીવનમાં વણાઈ ગઈ છે. લોકો વચ્ચે રહીને લોકોના કામ કરવા ખુશી થાય છે. હાર-જીતનો કોઈ આનંદ-દુઃખ નથી. લોકો તેમનામાં વિશ્વાશ મૂકે તે મહત્વની વાત છે.

તેમણે વધુમાં કહ્યું કે, ૧૮ આલમના લોકોને સાચા અને વાજબી કામ માટે તેઓ સદાય તત્પર રહેશે. ધ્રોલમાં ચૂંટણી સમયે રાત્રીના ૮.૩૦ વાગ્યા સુધી દલિત સમાજે મતદાનમાં જે ઉત્સુકતા દાખવી અને ટેકો આપ્યો તે કયારેય નહિ ભુલાય. લોકોનું હિત હંમેશા જોવાની મને કુદરત શકિત આપે તેવી પ્રભુને તેમણે પ્રાર્થના કરી હતી. રાઘવજી પટેલે કહ્યું કે દિલ્હી ગયો હોય તો પણ પાછો ધ્રોલ કયારે પહોચીશ ? તે વાતની ચિંતા થતી હોય છે. કારણકે કે ધ્રોલ શહેર પરઙ્ગ અનહદ પ્રેમ છે.

પોતાની જીત બાબતે તેમણે કહ્યું કે જીવનમાં બે નગ્ન સત્ય હમેંશા યાદ રાખીશ. વહી હોતા હૈ જો ખુદાએ મંજુર હોતા હૈ અને ખુદા કે ઘર દેર હૈ મગર અંધેર નહિ. તેમણે રાજીપો વ્યકત કરતા કહ્યું કે બળવા, લડાઈ બહુ કરી, હાર પછી જીત અને જીત પછી હારની સ્થિતિ પામવા સંઘર્ષ કર્યો પણ ડગ્યો નહિ. હવે બહુ મોટો કુદરતી ચમત્કાર થયો છે. ભગવાને સામેથી દીધું ને પ્રધાન થઇ ગયો.

પોતાના સન્માન સમયે વકતવ્ય પૂરૃં કરતા ભગવાનને બે પ્રાર્થના કરી હતી કે, કૃષિપ્રધાન બન્યો એટલે પ્રભુ તેમને કાયમ અબોલ પશુની સેવામાં બુદ્ઘિ, બળ અને શકિત સાથે રત રાખે અને પ્રધાન થયાની 'હવા' તેમના જીવનમાં કદી ન આવે.

આ ભવ્યાતિત ભવ્ય સન્માન સમારંભ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કહી શકાય તેવો સન્માન સમારંભ યોજવા બદલ સર્વ પ્રથમ આયોજકોનો આભાર વ્યકત કર્યો હતો, તેમજ જનની જન્મભૂમીશ્ય સ્વર્ગાદયી ગરીયસી આજરોજ ભાજપના કાર્યકરો, ટેકેદારો, શુભેચ્છકોની વિશાળ સંખ્યામાં હાજરી આપી. તમારા તરફથી મને જે પ્રેમ, હુંફ અને સહકાર સાંપડેલ છે તેનાથી આજે તેમનામાં એ નવી જ શકિતનો  સ્ત્રોત પ્રાપ્ત થયેલ છે અને તે દ્વારા પ્રજાના પ્રતિનિધી તરીકેની કામગીરી કરતો રહીશ તેવી ખાત્રી આપી હતી. તેમજ તેમને પ્રજા તરફથી સદાય પ્રેમ અને સહકાર મળતો રહેલ છે. તે માટે તું તેમનો સદાય આભારી રહીશ તેમ જણાવીને નતમસ્તકે ગદગદીત સ્વરે આભાર વ્યકત કર્યો હતો.

ધ્રોલ ખાતે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સન્માન સમારંભ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં ડી.એચ.કે. મુંગરા હાઈસ્કુલ ધ્રોલની બાળાએ સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ, સન્માન સમારંભ પ્રસંગે ભાજપના અગ્રણીઓ, સાંસદશ્રી પૂનમબેન માંડમ, શૈક્ષણીક અને આર્ષાક વિકાસ નિગમના ચેરમેન બી.એચ.ઘોડાસરા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગશ,  જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા સહિત ધોલ - જોડિયા, જામનગર તાલુકાના ભાજપના કાર્યકરો તથા હોદેદારો એ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. સન્માન સમારંભ પ્રસંગે ન્કિોણ બાગ પાસેધી સમારંભ સ્થળ પટેલ સમાજનો જાહેર માર્ગ ધજા પતાકાઓથી શણગારવામાં આવેલ, તેમજ મોટર સાયકલો સાથે વિશાળ રેલી નિકળેલ. જેમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી લતીપરની પટેલ રાસ મંડળના યુવાનોએ સુંદર રાસની રમઝટ બોલાવી હતી. તેમજ આ રેલીના માર્ગો ઉપર રાઘવજીભાઈનુ ફુલહારથી વેપારીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામા આવેલ.

સન્માન સમારંભના આ કાર્યકમ પ્રસંગે ધ્રોલ શહેરના તમામ જ્ઞાતીના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ, વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધીઓ, સહકારી મંડળીઓના હોદેદારો તાલુકાના આગેવાનો સહિત ર૫૦ જેટલા પ્રતિનિધીઓએ કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનુ સન્માન ફુલહાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.

ધ્રોલ ખાતે કેબીનેટ મંત્રીના સન્માનનું આયોજન શહેર ભાજપના પ્રમુખ સમીરભાઈ શુકલ, મહામંત્રી હિરેનભાઈ કોટેચા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ ત્થા ભાજપના કાર્યકરો સહિત રસીકભાઈ ભંડેરી, દિલીપસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ ચુડાસમા ,ભીમજીભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ રાત દિવસ સતત અથાગ પ્રયત્ન દ્વારા આ સમારંભને સફળતાના શિખરે પહોંચાડીને સફળતા હાંસલ કરેલ.

ધ્રોલ-જોડિયા તથા જામનગર તાલુકાના ત્રણેક હજારથી વધુ કાર્યકરો, આગેવાનો, હોદેદારોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી. રાઘવજીભાઈ પ્રત્યેની વફાદારી, પ્રેમ અને લાગણીની અભિવ્યકિત કરીને પ્રજાના સાચા પ્રતિનિધી તરીકેની એક આગવી પ્રતિભા ધરાવતા રાઘવજીભાઈ પટેલ ઉપર સન્માન અને શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, બી.એચ.ઘોડાસરા, રમેશભાઈ મુંગરા તથા ધરમશીભાઈ ચનીયારા એ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે રાધવજીભાઈ પટેલ જામનગર જીલ્લાનાં જ નહીં પરંતુ સમગ્ર રાજયમાં પ્રજાકીય તથા વહીવટી કામગીરીમાં મોખરે છે તેમની કાર્ય પધ્ધતીમાં નાનામાં નાના માણસોની મુશ્કેલી કે ફરીયાદોને સાંભળીને તેનો વહીવટી તંત્રના અધિકારીઓ પાસેથી કુશળતા પૂર્વક યોગ્ય નિકાલ લાવવાની તેમજ તે પ્રશ્નો અંગે ઉકેલ આવી જતાં તે અંગેની જાણકારી પણ જે તે અરજદારને કરવાની કાર્ય પધ્ધતી અતી પ્રશંસનીય હોવાનુ જણાવેલ.

આ સન્માન સમારંભ પ્રસંગે સમગ્ર કાર્યકમનુ સફળ સંચાલન એડવોકેટ ભાવીનભાઈ અનડકટ તથા હિતેશભાઈ ચનીયારાએ કરેલ તેમજ આભારવિધી તાલુકા ભાજપના પ્રમુખ નવલભાઈ મુંગરા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંતમા તમામ કાર્યકરો તથા ટેકેદારો માટે સમુહ પ્રસાદનુ સુંદર આયોજન કરવામાં આવેલ.

(12:41 pm IST)