Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સાવરકુંડલા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની વરણી અંગે રાહુલ ગાંધીએ રાઉન્ડ બેઠક યોજી

ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના નેતા રાહુલ ગાંધી એ ગુજરાત કૉંગ્રેસ સમિતિના કૉંગ્રેસી અગ્રણી ઓ સાથે રાઉન્ડ બેઠક યોજી  ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને વિરોધ પક્ષ ના નેતા પદ માટે ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના નેતા રાહુલ ગાંધી અને ગુજરાત કૉંગ્રેસ ના પ્રભારી રઘુનાથ શર્મા ની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અગ્રણી અમિતભાઇ ચાવડા પરેશભાઈ ધાનાંણી ભરતભાઇ સોલંકી ગયાસુદીનભાઈ શેખ તુષારભાઈ ચૌધરી વિરજીભાઈ ઠુમ્મર શકિતસિંહ ગોહિલ સહિત ના અગ્રણી સાથે રાઉન્ડ બેઠક યોજી હતી.  દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના નેતા રાહુલ ગાંધીની શુભેચ્છા મુલાકાતે અમદાવાદ વિસ્તારના ધારાસભ્ય ગયાસુદીનભાઈ શેખ લીધી હતી.  આ શુભેચ્છા મુલાકાત માં ગુજરાત કૉંગ્રેસ સંગઠિત અને સજીવન બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. (તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(12:43 pm IST)