Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામનગરમાં આઈ.ટી.આઈ.માં પ્રવેશ લેવાની પરિવારે ના પાડતા યુવતિઍ ગળેફાંસો ખાધો

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: અહીં ન્યુ ઈન્દિરા કોલોની શેરી નં. ૭ માં રહેતા અમિત મહેશભાઈ વઘેરા ઉ.વ. ર૬ એ સીટી સી ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા.ર૪ના રોજ આશાબેન મહેશભાઈ ખીમજીભાઈ વઘેરા ઉ.વ. ૧૯ ને આઈ.ટી.આઈ.માં ફોર્મ ભરતી હોય જે અંગે પરિવારના સભ્યોએ ફોર્મ ભરવાની ના પાડતા તેણીને લાગી આવતા પોતાના ઘેર પંખાના પાઈપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ મરણ થયેલ છે.

વરણા ગામે ઝેરી જનાવર કરડી જતા વૃઘ્ધાનું મૃત્યુ

જામનગર તાલુકાના વરણાગામે રહેતા સંજય બાબુભાઈ નિમાવત ઉ.વ. ૪૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. રર ના રોજ વરણા ગામે આ કામે મરણ જનાર ત્રિવેણીબેન બાબુભાઈ નિમાવત ઉ.વ. ૬પ ને ડાબા પગની ઘુટી પાસે કોઈ ઝેરી જનાવર કરડી જતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

લતીપર ગામે વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ઝેર પી આયખું ટુકાવ્યું

જામનગર : ધ્રોલ તાલુકાના લતીપર ગામે વાડી વિસ્તારમાં રહેતી મુનીબાઈ મંગલેશભાઈ નામની આદિવાસી મહિલાએ ધ્રોલ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ર૧ ના રોજ આ કામે મરણ જનાર અંબીકાબેન મહેશભાઈ ઉ.વ. ૪૦ એ પોતાના ઘેર પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતા મરણ થયેલ છે.

(12:44 pm IST)