Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામજોધપુર જલારામ મંદિરની ઓફિસમાં ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે કિશોરો સહિત ૪ તસ્કર ઝડપાયા

(દર્શન મકવાણા-મુકુંદ બદિયાણી દ્વારા) જામજોધપુર-જામનગર, તા. ૨૫ :. જામજોધપુર ટાઉનમાં અલગ અલગ સ્થળે ચોરી કરતા ૪ (ચાર) ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચ-જામનગરે ઝડપી લીધા છે.

ગઈ તા. ૭-૯-૨૦૨૧ના જામજોધપુર ટાઉનમાં 'જલારામ મંદિરની ઓફિસ'માં ચોરીના બનાવ બનેલ જે અંગે ફરીયાદી વિજયભાઈ ગાંડાલાલ સોઢા રહે. જામજોધપુરનાઓએ ફરીયાદ નોંધાવેલ હતી.

જામનગર પોલીસ વડા દીપન ભદ્રનની સૂચનાથી તથા એલસીબીના પો. કોન્સ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. આર.બી. ગોજીયા, કે.કે. ગોહીલ તથા બી.એમ. દેવમુરારી સાથે વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે તપાસમાં હતા.

તપાસ દરમિયાન જામનગર, રાજકોટ, દ્વારકા, જીલ્લામાં મંદિર ચોરીની એમ.ઓ.વાળા સક્રિય એમ.સી.આર. ઈસમોને ચેક કરવામાં આવેલ તેમજ ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ હતું.

દરમ્યાન માંડણભાઈ વસરા તથા વનરાજભાઈ મકવાણા, નિર્મળસિંહ એસ. જાડેજાનાઓને હકીકત મળેલ કે, જામજોધપુર ટાઉનમાં અલગ અલગ ચાર સ્થળોની ચોરીમાં પરપ્રાંતીય ઈસમોની સંડોવણી હોવા અંગેની હકીકત આધારે જામજોધપુર ધ્રાફાગામ જતા રોડ ઉપરથી ચાર ઈસમોને પકડી પાડી તેઓના કબ્જામાંથી ચોરીમા ગયેલા મુદ્દામાલ ૧૭૦૦૦નો પકડી પાડી મજકુર ઈસમો વિરૂદ્ધ એ.એસ.આઈ. માંડણભાઈ વસરા તથા પો.સ.ઈ. આર.બી. ગોજીયાનાઓએ આરોપીઓ (૧)

(1:15 pm IST)