Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જેતપુરના ચાંપરાજપુર પાસે કવાલીસ કારમાંથી ૮૦ બોટલ ઇગ્લીશ દારૂ સાથે પીયુષ દોîગાને પકડી પાડતી તાલુકા પોલીસ

 (કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૪ : તહેવાર નજીક આવતાની સાથેજ બુટલેગરો દારૂની સ્ટોક કરવા લાગી જાય છે. જન્માષ્ટમીના તહેવારમાં પોલીસે મોટા પ્રમાણમાં ઇગ્લીશ દારૂની બોટલો પકડીપાડેલ હાલ દિવાળીના તહેવાર નજીક  હોય. તાલુકા પોલીસે પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન ચાંપરાજપુર ગામે રેલવે ફાટક પાસે  એક ટોયોટો કવાલીસ કાર શંકાસ્પદ જણાતા તેમાં તપાસ કરતા ચોર ખાનામાં ઇગ્લીશ દારૂની બોટલો નંગ ૮૦  કિ. રૂ.૪૦૪૦૦ની મળી આવતા પોલીસે કાર ચાલક પિયુષ શૈલેષભાઇ દોંગા (રહે.વડાલ)ને ઇગ્લીશ દારૂ કવાલીસર કાર નં. જી.જે.૦૬-એ.બી. ૯ર૮ર, મોબાઇલ ૧ મળી કુલ રૂ.૧,૪૩,૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

આ રેડમાં તાલુકા પીએસઆઇ એ.એન.ગાંગણા, ભુરાભાઇ માલીવાડ, રાજુભાઇ મકવાણા, પ્રદિપભાઇ આગરીયા સહિતના જોડાયા હતા.

(1:18 pm IST)