Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગિરનાર રોપવેને એક વર્ષ પૂર્ણ થતા ૧રપ વૃધ્ધોને સફર કરાવી

તા. ર૪ થી૩૧ સુધી જેમનો જન્મ દિવસ તેમને ફ્રીમાં રોપવે સફરઃ જનતાને લાભ લેવા અનુરોધ

ઉપરોકત તસ્વીરમાં ગિરનાર રોપવેને એકવર્ષ પુર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે કેક કાપતા સાંસદ રાજેશભાઇ ચુડાસમાં શ્રી જોષી બાપા તથા રોપવેના અધિકારીઓ તેમજ સ્ટાફ અને જમેને રોપવેની ફ્રીમાં સફર કરાવેલ તે ૧રપ વૃધ્ધો તેમજ સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા ઉષા બ્રેકો કંપનીના રિજયોનલ હેડ શ્રી દિપકભાઇ કપલીસ તથા જનરલ મેનેજર જી.એમ.પટેલ સાથે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી આ ઉજવણીમાં ખુશખુશાલ મુદ્રામાં નરે પડે છે.(તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રપઃ ગિરનાર રોપવે શરૂ થયાને એક વર્ષ પુર્ણ થતા ઉષા બ્રેકો કંપની દ્વારા તેની સાંસદની ઉપસ્થિતીમાં ૧રપ વૃધ્ધોને રોપવેની સફર કરાવી ઉજવણી કરવામાં આવી હતી.

દરમ્યાન ઉષા બ્રેકોના રિજયોનલ હેડ દિપક કપલીસએ આ ઉજવણીના ભાગરૂપે એક મહતવની જાહેરાત કરી હતી કે તા ર૪ થી ૩૧ ઓકટોમ્બર દરમ્યાન જે વ્યકિતનો જન્મ દિવસ હોય તેઓ આધાર કાર્ડ સહિત જન્મ તારીખના ડોકયુમેન્ટ આપી રોપવેમાં ફ્રી સફર કરાવવામાં આવશે ગઇકાલે ઢોલનગારા સાથે માહિલાઓએ નૃત્ય રજુ કરી આ .જવણીમાં સહભાગી  થનાર સૌ યાત્રીકોને આવકારેલ અને કાર્યક્રમ શરૂઆતમાં સાસંદ રાજેશભાઇ ચુડાસમાં અને જેતપુરના હરિઁ વૃધ્ધાશ્રામના સંચાલક શ્રી જોષીબાપાએ કેક કાપી સૌને મીઠામોઢા કરાવ્યા હતા.

આ પ્રસંગે જુનાગઢમાં સાસંદ રાજેશભાઇ ચુડાસમાંએ જણાવ્યું હતું કે લોકો વર્ષો સુધી યાદ કરે તેવું ગિરનાર રોપવેનું ર૦૦૭ની સાલમાં તત્કાલીત મુ.મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખાતમુહુર્ત કરાવ્યું હતું અને આરોપવેનુ કામ સત્વરે શરૂ કરાવી મારા લોકપ્રિતિનિધીના સમય ગાળામાં પુરૂ કરી અને આ રોપવે ચાલુ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે આજે લાખો લોકો અંબાજી મંદિર ગુરૂદતત્રેય ભવનાથ તેમજ શ્રી જૈનદેરાસરોના દર્શન કરવા અબાલવૃધ્ધ સૌ સરળતાથી માત્ર સાડાસાત મીનીટ પહોંચી કરી  રહ્યા છે આ લોકોના આશિર્વાદ મને મળી રહ્યા છે તેમજ આપણા વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇ મોદીનું સપનુ સાકાર થયાનો મને અનહદ આનંદ છે. આ તકે શ્રી મોદીસાહેબને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

ઉષા બ્રેકો કંપનીના રિજીયોનલ હેડ શ્રી દિપક કપલીસએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનાં અધ્યક્ષ એવા આપણા લોકલાડીલા સાંસદ રાજેશભાઇ ચુડાસમાના અથાગ પ્રપ્તનોથી આ રોપ-વે યોજના સાકાર થઇ છે અને આજે આ રોપ-વે ઉડન ખટોલાને એક વર્ષ પુર્ણ થયુ છે.

ત્યારે સાડા છ લાખ લોકોએ ગરવા ગિરનાર પર પ્રકૃતિ નિહાળી દેવસ્થાનોનાં દર્શન કર્યા છે આ તકે હુ રાજેશજીનો કંપની વતી આભાર વ્યકત કરું છું.

આ તકે હરી ઓમ વૃધ્ધાશ્રમ જેતપુર (નવાગગઢ) ના ૧રપ વૃધ્ધોને કેક ખવડાવી ગિરનાર અંબાજી મંદિરે ફ્રીમાં મુસાફરી કરી રોપ-વેની સફર કરાવી સૌને ભોજન પણ આ કંપની દ્વારા કરાવાયુ હતું. આ વૃધ્ધાશ્રમના સંચાલક શ્રી જોષીબાપાએ ઉષાબ્રેકો કંપનીના રિજીયોનલ હેડ શ્રી દિપક કપલીસને સાલ ઓઢાડી  ફુલહાર પહેરાવી સન્માન પત્ર અર્પણ કરી અને સન્માનિત કરતા જણાવ્યું હતું કે આ રોપ-વે યોજનાનો એક વર્ષ પુર્ણ થયુ છે ત્યારે આ કંપનીએ અમારા વૃધ્ધાશ્રમના ૧રપ જેટલા વૃધ્ધોને ફ્રીમાં રોપ-વેની સફર કરી ભોજન પ્રસાદ પણ કરાવેલ છે જે બદલ શ્રી દિપક કપલીસનો તેમજ જનરલ મેનેજરશ્રી ઘનશ્યામ પટેલનો દિલથી આભાર માનુ છું અને આ વૃધ્ધોના આપને આશિર્વાદ પ્રાપ્ત થયા છે. આ રોપ-વે ઉડન ખટોલા ૧૦૦ વર્ષ સુધી આવી જ રીતે ધમધમે ફુલેફાલે તેવા હૃદયથી આશિર્વાદ આપુ છું. કાર્યક્રમનું સંચાલન ગીરનાર રોપવેના જનરલ મેનેજર જી. એમ. પટેલ તથા શ્રી વિશાલ ભટ્ટએ કર્યુ હતું. અને સફળ બનાવવા માં તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

(1:32 pm IST)