Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ચોટીલામાં નવા પ્રોજેકટના પ્રારંભે ધર્મ સાથે દેશભકિતનો અનેરો સંગમ સ્થાપિત

રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યાઃ રાજકોટ રેન્જ વડા સંદીપસિંહની સિદ્ધિમાં વધુ એક છોગુ ઉમેરાયું: રાજકોટ રૂરલ એસપી બલરામ મીના, દ્વારકા એસપી સુનિલ એસપી સુનિલ જોશી ઉપસ્થિત રહ્યાઃ સુરેન્દ્ર એસપી મહેન્દ્ર બગડીયા અને વિભાગીય વડા હિમાંશુ દોશી ટીમની મહેનત ફળી

રાજકોટ તા.૨૫:   રાજકોટ રેન્જ વડા અને સુરેન્દ્રનગર એસપી સહિતની ટીમ દ્વારા રાષ્ટ્રીય શાયર અને લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ચોટીલા ખાતે અદ્યતન પોલીસ વિશ્રામ ગૃહ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી દેશભાવાનાથી છલોછલ વાતાવરણમાં કરવામાં આવી હતી.

ઉકત પ્રસંગે ખાસ ઉપસ્થિત રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વિવિધ ઉપયોગી બાબતોનો પ્રારંભ કરવામાં આવેલ. રાષ્ટ્રીય લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થાન ચોટીલામાં માતાજી મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા, જલારામ મંદિર વિગેરે બાબતો ધ્યાને રાખી ભાવિકોની અવરજવર ખૂબ મોટી હોવાથી તે માટે વિશેષ પોલીસ ચોકી અને બંદોબસ્ત રણ નીતિ સાથે કોરોના વોરિયર્સની સ્મૃતિ જાળવવા ખાસ આવિષ્કાર વિગેરે રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ સાથે સુરેન્દ્ર નગર એસપી મહેન્દ્ર બગડીયા અને વિભાગીય પોલીસ વડા હિમાંશુ દોશી વિગેરેના માર્ગદર્શનમાં થયેલ પ્રવૃત્તિની ખૂબ સરાહના કરવામાં આવી છે.ઉકત પ્રસંગે રાજકોટ જિલ્લા એસપી બલરામ મીના,દ્વારકા એસપી સુનિલ જોષી, પિનાકીન ભાઈ  વિગેરે ઉપસ્થિત રહેલ. સાથે સાથે એ.એસ.પી.નીતીશ પાંડે, એ.એસ. પી. શ્રી.વાઘમારે ઉપસ્થિતિ રહેલ. 

સમગ્ર પ્રોજેકટ માટે ડીવાયએસપી હિમાંશુ દોશી સાથે સીપી મુંધવા, પીઆઇ ડી.એમ.ઢોલ, પીઆઇ બી.એમ.પટેલ, પીઆઈ ચોટીલા બી.એમ.દેસાઈ,અને એલસીબી પીઆઇ ડી.એમ ચૌધરી વિગેરે કાર્યરત રહેલ.

(2:39 pm IST)