Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ૧૫ કિલો ચાંદી ૧૦૦૮ ડાયમંડ સાથેનાં વાઘા અર્પણ

વાંકાનેર,તા.૨૫: : આજે સાળંગપુરધામ મા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનાં પાટોત્સવ નિમિતે 'યજમાનો દ્વારા (૧૫ કિલો ચાંદી અને એક લાખ ને આઠ હજાર ડાયમંડ સાથેનાં દાદાનાં અદભુત વાઘા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની ઉપસ્થિતિમા કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીને અર્પણ, ગયા વર્ષે દાદાનાં સાડા છ કરોડનાં સુવર્ણ વાંઘા ભકતજનો દ્વારા અર્પણ થયેલ પરંતુ ત્યારબાદ પણ ભકતજનો ને દાદા નાં ચાંદી નાં ડાયમંડ સાથે વાંધા બનાવની ઈચ્છા કોઠારી સ્વામી શ્રી, શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી ને દર્શાવેલ અમને આ તક આપો જેથી આ વર્ષે આવા અદભુત દાદા નાં ચાંદીના ડાયમંડ સાથે બનેલ. હાલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્યતાથી ભવ્ય નૂતન ભોજનાલય બની રહેલ છે જેનું કામ શરૂ કરવામાં આવેલ છે જે ત્રણ માણનુ નૂતન ભોજનાલય બનશે જેમાં એકી સાથે ડાઇનિંગ ટેબલ મા ત્રણ હજાર ભાવિકો એકી સાથે પ્રસાદ લેશે દિવસે દિવસે સાળંગપુરધામમા દાદાનાં દરબાર મા ભીડ થતી હોય આ ભવ્ય ભોજનાલય બનાવવામા આવી રહયું છે જેથી ભકતજનોને વધારે લાઈન માનો ઉભું રહેવું પડે તેમ શ્રી જગત સ્વામીએ પાટોત્સવ નાં પ્રંસગે જણાવેલ આ ઉપરાંત સવારે ૧૧:૦૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ને પાટોત્સવ નિમિતે વિધ વિધ જાતનાં ભોગ સાથે 'અન્નકોટ દર્શન' યોજાયેલ હતા આજે દાદા નાં દર્શનાર્થે દૂર દૂર થી દેશ, વિદેશ થી ભકતો આવ્યા છે તેમજ અનેક જગ્યાએથી સંતો પધાર્યા છે અને સંત દર્શન તેમજ સંત પ્રવચન આશીર્વાદ નો લાભ ભાવિકોને પાટોત્સવ નિમિતે મળેલ છે આ પ્રંસગે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી એ આર્શીવચન પ્રવચન કરેલ હતું.

(3:37 pm IST)